Open in app

સ્ટફ ખાંડવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  6 people
Mumma's kitchen21st Aug 2018

Stuff khandvi ના વિશે

Ingredients to make Stuff khandvi in gujarati

  • 1 કપ ચણાનો લોટ
  • એક કપ ખાટું દહીં
  • અડધી ટીસ્પૂન હળદર
  • 3 કપ પાણી
  • 1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  • અડધી ટીસ્પૂન હળદર
  • સ્ટફિંગ માટેની સામગ્રી
  • 1 કપ તાજું ખમણેલું કોપરું
  • અડધો કપ અધકચરા વાટેલા શેકેલા સીંગદાણા
  • અડધો કપ બારીક સમારેલી કોથમીર
  • 1 ટેબલ સ્પૂન બારીક સમારેલા મરચાં
  • સ્વાદ અનુસાર મીઠું
  • વઘાર કરવાની સામગ્રી
  • 3 ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી.સ્પૂન રાઈ
  • 1 ટીસ્પૂન જીરુ
  • 1 tbsp સફેદ તલ
  • ૮ થી ૧૦ લીમડાના પાન
  • ચપટી હિંગ

How to make Stuff khandvi in gujarati

  1. સૌપ્રથમ સ્ટફિંગની સામગ્રી એક બાઉલમાં લઈ તેને હળવા હાથે મિક્સ કરી તૈયાર કરીને સાઈડ પર મૂકી દો
  2. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ દહીં પાણી મીઠું આદુ મરચાની પેસ્ટ હળદર નાખીને smooth બેટર બનાવો તેમાં લોટ ની કણી ના રહે એટલા માટે તેને સુપ ની જાળી વડે ગાળી લો
  3. ત્યારબાદ એક હેવી bottom ના પેનમાં આ તૈયાર કરેલું બેટર લઈ લો અને તેને ગેસ પર medium flame પર સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ થઈ જાય
  4. ખાંડવી નો બેટર એકદમ ઘટ્ટ થઈ જાય અને તે ખાંડવી પાથરવા યોગ્ય તૈયાર છે કે નહીં તે ચકાસવા માટે થોડું બેટર લઈ એક પ્લેટમાં પાથરી જુઓ અને તે ઠંડું પડે એટલે તે વાળી જુઓ તે વળી જાય એટલે સમજો ખાંડવી નો બેટર તૈયાર છે
  5. ખાંડવી નું મિશ્રણ થઈ જાય એટલે તેને સાફ કરેલા પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવીને અથવા મોટી થાળીને ઉંધી કરી તેના પર થોડું તેલ લગાવીને મિશ્રણને ફટાફટ તાવેથા વડે પાતળું લેયર પાથરી દો
  6. ત્યારબાદ આ પાથરેલી ખાંડવી પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરી દો તેને ચપ્પુ અથવા કટર વડે લાંબા કરો અને તેને ગોળ ગોળ વાળી લો અને આ તૈયાર કરેલી ખાંડવી ને એક પ્લેટમાં લઈ લો
  7. ત્યારબાદ એક વઘાર્યા માં તેલ ગરમ કરી રાઈ જીરું અને તલ નાખી મીઠા લીમડા ના પાન નાખી તે તૈયાર કરેલો વઘાર ખાંડવી ઉપર ચમચી વડે પાથરી દો તેને ગાર્નીશ કરવા ખમણેલું કોપરું અને કોથમીર ભભરાવો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ખાંડવી તેને ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો

Reviews for Stuff khandvi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuff khandvi in gujarati

  • ખાંડવી

    7 likes
  • ખાંડવી

    3 likes
  • ખાંડવી

    2 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    1 likes
  • ખાંડવી

    0 likes