કટોરી ચાટ | Katori chaat Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  21st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Katori chaat by Jhanvi Chandwani at BetterButter
કટોરી ચાટby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    4

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    5

    લોકો

0

0

કટોરી ચાટ

કટોરી ચાટ Ingredients to make ( Ingredients to make Katori chaat Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • ડુંગળી ઝીણી સમારેલી 1વાટકી
  • ટામેટા ઝીણા સમારેલા 1વાટકી
  • કોથમીર ઝીણી સમારેલી 1વાટકી
  • સોસ 1વાટકી
  • પનીર ગીસેલુ 1/2 વાટકી
  • ઝીણી સેવ 2 વાટકી
  • આમલી ચટણી 1વાટકી
  • તીખી બુંદી ૨ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • તેલ તળવા માટે
  • અજમો 1/2 ચમચી

How to make કટોરી ચાટ

  1. ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને અજમો નાખો
  2. 2 ચમચી મોણ નાખી લોટ બાંધી લો
  3. નાના લુઆ બનાવી નાની રોટલી વણી લો
  4. વચ્ચે નાની કટોરી મૂકવી
  5. કટોરી ને પલટાઈ કટોરી ની બહાર બાજુ હલકા હાથે દબાવી
  6. તેલ તળવા મૂકવી
  7. પછી બીજા બાજુ પલટાઈ દો
  8. આસપાસ બરોબર ધીમે આંચ તળી લો
  9. ત્યારબાદ ધીરે થી કટોરી કાઢી લો
  10. બુંદી ને પાણી મા નરમ કરવી
  11. કટોરી ઠંડી કરી તેમા બુંદી નાખવી તેની ઉપર આમલી ની ચટણી નાખો પછી સેવ નાખો ત્યારબાદ ડુંગળી ટામેટા કોથમીર સોસ અને પનીર થી સજાવીને સર્વ કરો...

My Tip:

કટોરી મા બટાકા અને છોલા નાખી શકાય

Reviews for Katori chaat Recipe in Gujarati (0)