વોલનટ રીચ વ્હિટ બ્રાઉની | Walnut Rich Wheat Brownies Recipe in Gujarati

ના દ્વારા Meena Dave  |  21st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Walnut Rich Wheat Brownies by Meena Dave at BetterButter
વોલનટ રીચ વ્હિટ બ્રાઉનીby Meena Dave
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

9

0

વોલનટ રીચ વ્હિટ બ્રાઉની

વોલનટ રીચ વ્હિટ બ્રાઉની Ingredients to make ( Ingredients to make Walnut Rich Wheat Brownies Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ 1 & 1/4 કપ
 • કોકો પાવડર 1/4 કપ
 • દળેલી ખાંડ 3/4 કપ
 • મીઠું ચપટી
 • બેકિંગ પાવડર 1/2 ચમચી
 • બેકિંગ સોડા 1/4 ચમચી
 • દહીં 1/4 કપ
 • તેલ 4 મોટી ચમચી
 • વેનીલા એસેન્સ 1 ચમચી
 • અખરોટ 1/4 કપ
 • ડાર્ક ચોકલેટ 1 કપ
 • મલાઈ 2 ચમચી

How to make વોલનટ રીચ વ્હિટ બ્રાઉની

 1. સૌ પ્રથમ બધીજ સૂકી સામગ્રીઓ ભેગી કરીને ચાળી લો. પેલા ખાંડ ચાળો તે પછી ઘઉં નો લોટ ચાળો.
 2. હવે કોકો પાવડર ને ચાળી ને ઉમેરો.
 3. હવે બેકિંગ પાવડર અંને બેકિંગ સોડા ને સરખી રીતે માપીને ઉમેરો.
 4. સૂકી સામગ્રી ત્રણ વાર ચાળો. આમ કરવાથી આમાં હવા ભરાય .જેનાથી બ્રાઉની ખૂબજ મુલાયમ બને છે.
 5. હવે એક વાસણમાં દહીં લો અને એમા માત્રા પ્રમાણે તેલ ઉમેરો.
 6. આ બધુંજ બીટર ની સહાયતા થી ત્રણ મિનિટ બીટ કરો.
 7. બીટ કરવા થી બધુજ એક રસ થાય જશે.
 8. ત્યાં સુધી એક 5 ઇંચ ની ચોરસ બેકિંગ ટીન તૈયાર કરી લો.તેને ગ્રીસ કરી બટર પેપર લગાવી લો.
 9. સુખી સામગ્રીઓ બીટ કરેલા મિશ્રણ માં ઉમેરો.
 10. ઝીણા અખરોટ કાપેલા ઉમેરો.
 11. મિશ્રણ ને બેકિંગ ટીન માં કાઢી લો.
 12. ઓવેન ને 160℃ પર પ્રિહીટ કરી અને 30 મિનિટ સુધી બેક કરો.
 13. આ મુજબ બેક કરવાનું છે.
 14. હવે બ્રાઉની તૈયાર છે તેની ઉપર નો ફુલાયેલો હિસ્સો ચકકુ થી કાપી નાખવાનો.
 15. ડાર્ક ચોકલેટ ને પીગાળી ને એમાં તેમાં બે ચમચી મલાઈ નાખીને ચોકલેટ ગનાશ તૈયાર કરી લો. અને એમાં બ્રાઉની ના ટુકડા ને ડુબોડી સર્વ કરો.
 16. જરુર કોશિશ કરજો બનાવાની મિત્રો ખુબજ સરસ બનશે.

Reviews for Walnut Rich Wheat Brownies Recipe in Gujarati (0)