Photo of Khakhara by Dipika Ranapara at BetterButter
424
2
0.0(0)
0

ખાખરા

Aug-21-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાખરા રેસીપી વિશે

ખાખરા એ ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘ‌ઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય છે. જોકે તેને દિવસમાં કોઈ પણ ભાગે ખવાય છે. સાદા ખાખરા પર ઘી લગાડીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. લોકો આને ચટણી કે અથાણા સાથે પણ ખાય છેઆ વાનગી શેકીને બનાવાતી હોવાથી જેમને તળેલું ખાવાની મનાઈ હોય તેઓ આ ફરસાણ ખાઈ શકે છે. લો-કેલેરી ફુડ તરીકે પોષક શાસ્ત્રીઓ આની ભલામણ કરે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 4 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ તેલ અથવા ઘી મોણ માટે
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ટી સ્પૂન લાલ મરચું
  5. 1/2 ટી સ્પૂન હળદર
  6. 1ચમચી તલ
  7. શેકવા માટે તેલ પ્રમાણસર
  8. 1 & 1/2 કપ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ નાખી તેમાં તેલ અથવા ઘી નુ મોણ દેવું.
  2. મીઠું સ્વાદ અનુસાર, હળદર, મરચું અને તલ ઉમેરી પાણી રેડીને લોટ બાંધવો.
  3. તેલ થી બરાબર મસળી ને 20 મીનીટ બાજુ પર મૂકી દો.
  4. હવે, નાના લૂવો લઇ મોટી , પાતળી રોટલી વણવી.આ રીતે બધી જ રોટલી ઓ વણી લેવી.
  5. હવે ધીમાં તાપે બન્ને બાજુ કપડાં થી દદબાવી બરાબર શેકી લો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર