હોમ પેજ / રેસિપી / કેસરી બાથ

Photo of Kesari Bath by Rani Soni at BetterButter
346
2
0.0(0)
0

કેસરી બાથ

Aug-22-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરી બાથ રેસીપી વિશે

કેસરી બાથ સોજીમાંથી બનાવવામાં આવેલી આ એક લોકપ્રિય દક્ષિણ ભારતીય મીઠાઈ છે.જે મુખ્યત્વે તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવે છે. જે કેસરી હલવા, શીરા અથવા રવા કેસરી જેવા અન્ય નામો સાથે પણ ઓળખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રવો
  2. 1/2 કપ ખાંડ
  3. 2 કપ પાણી
  4. 6 ચમચી ઘી
  5. 1 નાની ચમચી એલચી પાવડર
  6. 2 ચમચી કાજુ,કિસમિસ
  7. ચપટી કેસરી ફૂડ કલર
  8. ચપટી કેસર
  9. 2 બદામ સજાવવા

સૂચનાઓ

  1. એક પેન માં ઘી ગરમ કરવું
  2. ઘી ગરમ થાય અેટલે કાજુ અને કિસમિસ તેમાં ફ્રાય કરી લેવા
  3. તેને એક બાજુ રાખી એ જ ઘી માં રવો ઉમેરવો
  4. રવા ને ધીમા તાપે આછા ગુલાબી રંગ નો શેકવો
  5. એક પેન માં પાણી ગરમ મૂકો તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું
  6. રવો શેકાઈ જાય એટલે તેમાં ખાંડ માં ઓગળેલું ગરમ પાણી ઉમેરી
  7. તેમાં ફ્રાય કરેલા કાજુ ,કિસમિસ અને ચપટી ઓરેન્જ ફૂડ કલર,કેસર ઉમેરી
  8. બધું સરખી રીતે મિક્સ કરી
  9. 2 મિનીટ ઢાંકી રાખવું
  10. હવે તેયાર થયેલા મિશ્રણ ને મનપસંદ આકાર આપી તેનાં પર બદામ મુકી સર્વ કરવું
  11. તો તૈયાર છે કેસરી બાથ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર