હોમ પેજ / રેસિપી / મોતીચુર લડ્ડુ

Photo of Motichoor laddoo by Harsha Israni at BetterButter
962
5
0.0(0)
0

મોતીચુર લડ્ડુ

Aug-22-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોતીચુર લડ્ડુ રેસીપી વિશે

આ લડ્ડુ બેસનમાંથી બનાવેલા છે અને આમાં રવો પણ ઉમેર્યો છે.ગણેશજીને વધારે પિ્ય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ બેસન
  2. ૧ રવો
  3. ચપટી ખાવાનો સોડા (ઓપ્શનલ)
  4. ૧/૨ ટીસ્પૂન આેરેન્જ ફુડ કલર
  5. ૨ -૩ ચમચી દૂધ
  6. ૪ ટીસ્પૂન કાજુ ,બદામ,પીસ્તાની કતરણ
  7. ચાશની માટે
  8. ૧ કપ ખાંડ
  9. ૧/૨ કપ પાણી
  10. ૧/૪ ટીસ્પૂન ઈલાઈચી પાવડર
  11. ૧/૪ ટીસ્પૂન ઓરેન્જ ફુડ કલર
  12. ઘી અથવા તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં બેસન ,સોડા,રવાે,આેરેન્જ કલર ,૧ કપ પાણી મીક્સ કરી પાતળુ ખીરુ બનાવો. જરુર મુજબ પાણી લેવું.
  2. એક કઢાઈમાં ઘી ગરમ કરી બુંદીના જારામાં ચમચા વડે ખીરુ નાખી ધીમી આંચે બુંદી પાડો. ૧ -૨ મિનિટ સુધી બુંદીને ઘીમાં તળી ડીશમાં કાઢી દો.
  3. એક કઢાઈમાં ખાંડ અને પાણી મીકસ કરી એક તારની ચાશની બનાવો.પછી ઓરેન્જ કલર, ઈલાયચી મીકસ કરો.
  4. હવે તળેલી બુંદીને ચાશનીમાં ઉમેરી મીક્સ કરી ૫ મિનિટ રહેવા દો.
  5. ત્યાર બાદ થોડી ૧ કપ જેટલી ચાશનીવાળી બુંદીનેે મીકસરના જારના પીસી દો. પીસેલી બુંદીને બાકીની બુંદીમાં મીકસ કરી દો.
  6. બુંદીમાં કાજુ,બદામ,પીસ્તાની કતરણ અને ૨ -૩ ચમચી દૂધ ઉમેરીને હાથ વડે ગોળ લડ્ડુ બનાવો.
  7. તૈયાર છે મોતીચૂરના લડ્ડુ કાજુથી સજાવીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર