Open in app

મોતીચુર લડ્ડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni22nd Aug 2018

Motichoor laddoo ના વિશે

Ingredients to make Motichoor laddoo in gujarati

  • ૧ કપ બેસન
  • ૧ રવો
  • ચપટી ખાવાનો સોડા (ઓપ્શનલ)
  • ૧/૨ ટીસ્પૂન આેરેન્જ ફુડ કલર
  • ૨ -૩ ચમચી દૂધ
  • ૪ ટીસ્પૂન કાજુ ,બદામ,પીસ્તાની કતરણ
  • ચાશની માટે
  • ૧ કપ ખાંડ
  • ૧/૨ કપ પાણી
  • ૧/૪ ટીસ્પૂન ઈલાઈચી પાવડર
  • ૧/૪ ટીસ્પૂન ઓરેન્જ ફુડ કલર
  • ઘી અથવા તેલ તળવા માટે

How to make Motichoor laddoo in gujarati

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં બેસન ,સોડા,રવાે,આેરેન્જ કલર ,૧ કપ પાણી મીક્સ કરી પાતળુ ખીરુ બનાવો. જરુર મુજબ પાણી લેવું.
  2. એક કઢાઈમાં ઘી ગરમ કરી બુંદીના જારામાં ચમચા વડે ખીરુ નાખી ધીમી આંચે બુંદી પાડો. ૧ -૨ મિનિટ સુધી બુંદીને ઘીમાં તળી ડીશમાં કાઢી દો.
  3. એક કઢાઈમાં ખાંડ અને પાણી મીકસ કરી એક તારની ચાશની બનાવો.પછી ઓરેન્જ કલર, ઈલાયચી મીકસ કરો.
  4. હવે તળેલી બુંદીને ચાશનીમાં ઉમેરી મીક્સ કરી ૫ મિનિટ રહેવા દો.
  5. ત્યાર બાદ થોડી ૧ કપ જેટલી ચાશનીવાળી બુંદીનેે મીકસરના જારના પીસી દો. પીસેલી બુંદીને બાકીની બુંદીમાં મીકસ કરી દો.
  6. બુંદીમાં કાજુ,બદામ,પીસ્તાની કતરણ અને ૨ -૩ ચમચી દૂધ ઉમેરીને હાથ વડે ગોળ લડ્ડુ બનાવો.
  7. તૈયાર છે મોતીચૂરના લડ્ડુ કાજુથી સજાવીને પીરસો

Reviews for Motichoor laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Motichoor laddoo in gujarati

  • વ્હીટ લડ્ડુ

    3 likes
  • મોતીચુર ના લાડું

    4 likes
  • મલાઈ કોકોનટ લડ્ડુ

    3 likes
  • પિન્ક ડિલાઇટ લડ્ડુ

    3 likes
  • ચોકલેટ કલરીંગ લડ્ડુ

    6 likes
  • હોમ મેડ મોતીચુર લાડુ

    2 likes