Photo of Chum chum by Jhanvi Chandwani at BetterButter
548
4
0.0(0)
0

ચમ ચમ

Aug-22-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચમ ચમ રેસીપી વિશે

ચમ ચમ એક પારંપરિક બંગાલી મીઠાઈ છે.. જે રસગુલ્લા ની જેમ બનાવી છે .. આમા મૈ માવા નુ સ્ટફીંગ કર્યું છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • બાફવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1/2 લીટર
  2. ટાટરી ચુંટકી
  3. મેદો 1 ચમચી
  4. ખાંડ 1 વાટકી
  5. પાણી 2 વાટકી
  6. ઈલાયચી 1
  7. માવા માટે
  8. ઘી 1 ચમચી
  9. દુધ 1 કપ
  10. મીલ્ક પાવડર 1/2 કપ
  11. ખાંડ પાવડર 1 ચમચી
  12. કેસર ચપટી
  13. સજાવા માટે
  14. ખોપરા નો બૂરો 1 વાટકી
  15. ટુટીફુટી 2 ચમચી

સૂચનાઓ

  1. દુધ ને ઉકાળી તેમાં ટાટરી નાખી દુધ ને ફાડી દો
  2. છની મા બધુ પાણી નીકાળી દો
  3. તેમા એક ચમચી મેદો નાખી બરોબર મસળો.
  4. લોટ ની જેમ બાંધી લો
  5. તેના નાના નાના રોલ બનાવી લો
  6. એક બાટલી મા ચાસણી બનાવો. તેમા ઉકાળ આવે ત્યારે તેમા ઈલાયચી અને રોલ નાખી દેવા. ઢાંકી ને 10 મિનિટ ઉકળવા
  7. ઠંડા કરી વચ્ચે કાપ મારવા
  8. માવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં દુધ , મલાઈ , મીલ્ક પાવડર નાખી ઉકાળો
  9. થીક થઈ જાય પછી તેમા ખાંડ પાવડર અને કેસર નાખી. માવો બની જાય પછી ગેસ બંધ કરી દો
  10. રોલ ના વચ્ચે કાપ મા માવો ભરી લો
  11. આજુબાજુ ખોપરો લગાડવું.. અને ઉપર ટુટીફુટી લગાડવી....
  12. ચમચમ મીઠાઈ તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર