હોમ પેજ / રેસિપી / ચૂરમાં ના લાડવા

Photo of Churma laddu by Asmita Bhavin Pathak at BetterButter
1280
3
0.0(0)
0

ચૂરમાં ના લાડવા

Aug-22-2018
Asmita Bhavin Pathak
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરમાં ના લાડવા રેસીપી વિશે

ચૂરમાં ના લડવા ગુજરાતી ઘરો માં બનતાજ હોય છે..તહેવારો માં શિતળા સાતમ,દિવાળી અને ખાસ કરી ને ગણપતિ ચોથ ના દિવસે...જેમાં મુઠીયા તળી ને બનાવાય છે જે ખૂબ જ કૅલરી વાળા હોય છે... આજે મેં બેક કરી ને ઓછી કેલરી વાળા બનાવ્યાં છે..પણ સ્વાદ તો આપણો પરંપરગત લાડવા જેવો જ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • બેકિંગ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો કકરો લોટ 2 કપ
  2. બેસન 1 મોટી ચમચી
  3. સોડા 1/4 ચમચી
  4. સોજી 2 મોટી ચમચી
  5. ગોળ 1 કપ
  6. તેલ 1/2 કપ
  7. દેશી ઘી 1/3 કપ + 1 ચમચી(મૉલ્ડ ને ગ્રીસ કરવા)
  8. હૂંફાળું પાણી જરૂર મુજબ..
  9. ઈલાયચી પાવડર 1/2 ચમચી
  10. જાયફળ પાવડર 1 ચપટી
  11. ખસખસ 2 થી 3 મોટી ચમચી
  12. મિક્સ ડ્રાય ફ્રુટ કતરણ (ગમે તો નખાય નહીં તો ચાલે) 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક કથરોટ માં ઘઉં નો લોટ+ બેસન+ સોજી + સોડા + તેલ લઈ ને મિક્સ કરો...લાડવા માં મુઠ્ઠી પડતું મોણ જોયે..
  2. હવે જરૂર પ્રમાણે થોડું થોડું હૂંફાળું પાણી ઉમેરતા જાવ અને રોટલી ના લોટ કરતા કઠણ લોટ બાંધો..
  3. લોટ બંધાય જય એટલે એને ઢાંકી ને 10 મિનિટ રાખો..
  4. ઓવેન અથવા જો માઇક્રોવેવ માં કન્વેકશનલ મોડ ને 10 મિનિટ માટે 180 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દો
  5. 10 મિનિટ પછી લોટ ના નાના ગોળા વાળી લો .
  6. આ ગોળા ને બેકિંગ ડિશ માં મૂકી ને ઓવન 180 ડીગ્રી પર 20 મિનિટ માટે મુકો...(10 મિનિટ પછી ગોળા ને ઉલ્ટાવી દેવા)
  7. ગોળા સરસ બેક થાય એટલે તેને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો..
  8. એન મોટા કાણા વાળી ચારણી થી ચાળી લો...
  9. એમાં ડ્રાય ફ્રુટ+ એલયચી પાવડર+જાયફળ પાવડર મિક્સ કારી લો
  10. એક કડાઈ માં દેશી ઘી ગરમ કરો.એમાં ગોળ ઉમેરી બરાબર હલાવો..ગોળ ઓગળે એટલે તરત જ એને મિક્સ કરેલા લોટ માં ઉમેરી બરાબર તાબેઠા થી હલાવો.
  11. થોડું ઠંડુ થાય એટલે હાથ થી બધું બરાબર મિક્ષ કરી લેવું..
  12. મૉલ્ડ લઈ તેમાં ઘી લગાવો(.જે 2 ચમચી ઘી બાકી છે તેમાંથી) અને તેમાં અંદર ખસખસ ભભરાવો...અને લાડુ નું મિક્સર તેમાં ભરી બરાબર દબાવો..અને એક થાળી માં મૉલ્ડ ને ઊંધું પાડો...આવી રીતે બધા લડવા બનવી લો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર