ઈલા અડા | Ela ada Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  23rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Ela ada by Jyoti Adwani at BetterButter
ઈલા અડાby Jyoti Adwani
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

ઈલા અડા

ઈલા અડા Ingredients to make ( Ingredients to make Ela ada Recipe in Gujarati )

 • ચોખા નો લોટ ૧ વાટકી
 • ગોળ અડધી વાટકી
 • ઘી ૧ મોટી ચમચી
 • ખોપરાનું છીણ અડધી વાટકી
 • કિસમિસ નાની અડધી વાટકી
 • કેળા ના પાન ૨
 • તેલ ૨ થી ૩ ચમચી

How to make ઈલા અડા

 1. કેળા ના પાન ને સારી રીતે ધોઇ ને ચોરસ કટકા માં કાપી લો.
 2. હવે તપેલા માં ૩ ગ્લાસ જેટલુ પાણી ગરમ કરવા મુકો.
 3. પાણી ઊકળે એટલે ચોખા નો લોટ ઉમેરી ને સારી રીતે હલાવો.લોટ ને સતત હલાવો કે ગાંઠ ના બનધાય.
 4. હવે ગેસ બન્ધ કરો અને લોટ ને હાથ થી સારી રીતે મસળી લો.
 5. હવે બીજી બાજુ કઢાઈ માં ઘી ગરમ કરો.
 6. ઘી ગરમ થતા જ તેમાં ગોળ ઉમેરો.
 7. ગોળ સારી રીતે ઓગળે એટલે ખોપરાનું છીણ અને કિસમિસ ઉમેરી ને ગેસ બન્ધ કરો અને સારી રીતે મિક્સ કરી લો.
 8. હવે કેળા નું પાન લો નાનું કાપેલું અને તેના પર તેલ લગાડો..
 9. ચોખા ના લોટ માંથી એક મીડીયમ આકાર નું લૂઓ લઈ ને પાન ઉપર હાથ વડે જ પાથરી લો.
 10. હવે તેની વચ્ચે કોપરાનું મિશ્રણ મુકો અને તેને બન્ધ કરી લો.કેળાં ના પાન ને પણ બંધ કરો .
 11. હવે તેને ૧૦ મિનિટ માટે વરાળ થી બાફવા મુકો.જેમ આપણે ઢોકળા મૂકીએ છીએ.
 12. ૧૦ મિનિટ બાદ તૈયાર છે આપણા ઈલા અડા.
 13. ખુબજ સ્વાદિષ્ટ બને છે.

Reviews for Ela ada Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો