હોમ પેજ / રેસિપી / ઈલા અડા

Photo of Ela ada by Jyoti Adwani at BetterButter
564
5
0.0(0)
0

ઈલા અડા

Aug-23-2018
Jyoti Adwani
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈલા અડા રેસીપી વિશે

આ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે.જે તહેવારો માં ત્યાં બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા નો લોટ ૧ વાટકી
  2. ગોળ અડધી વાટકી
  3. ઘી ૧ મોટી ચમચી
  4. ખોપરાનું છીણ અડધી વાટકી
  5. કિસમિસ નાની અડધી વાટકી
  6. કેળા ના પાન ૨
  7. તેલ ૨ થી ૩ ચમચી

સૂચનાઓ

  1. કેળા ના પાન ને સારી રીતે ધોઇ ને ચોરસ કટકા માં કાપી લો.
  2. હવે તપેલા માં ૩ ગ્લાસ જેટલુ પાણી ગરમ કરવા મુકો.
  3. પાણી ઊકળે એટલે ચોખા નો લોટ ઉમેરી ને સારી રીતે હલાવો.લોટ ને સતત હલાવો કે ગાંઠ ના બનધાય.
  4. હવે ગેસ બન્ધ કરો અને લોટ ને હાથ થી સારી રીતે મસળી લો.
  5. હવે બીજી બાજુ કઢાઈ માં ઘી ગરમ કરો.
  6. ઘી ગરમ થતા જ તેમાં ગોળ ઉમેરો.
  7. ગોળ સારી રીતે ઓગળે એટલે ખોપરાનું છીણ અને કિસમિસ ઉમેરી ને ગેસ બન્ધ કરો અને સારી રીતે મિક્સ કરી લો.
  8. હવે કેળા નું પાન લો નાનું કાપેલું અને તેના પર તેલ લગાડો..
  9. ચોખા ના લોટ માંથી એક મીડીયમ આકાર નું લૂઓ લઈ ને પાન ઉપર હાથ વડે જ પાથરી લો.
  10. હવે તેની વચ્ચે કોપરાનું મિશ્રણ મુકો અને તેને બન્ધ કરી લો.કેળાં ના પાન ને પણ બંધ કરો .
  11. હવે તેને ૧૦ મિનિટ માટે વરાળ થી બાફવા મુકો.જેમ આપણે ઢોકળા મૂકીએ છીએ.
  12. ૧૦ મિનિટ બાદ તૈયાર છે આપણા ઈલા અડા.
  13. ખુબજ સ્વાદિષ્ટ બને છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર