હોમ પેજ / રેસિપી / કાજુ મેસુબ

Photo of kaju mesub by Komal Dattani at BetterButter
802
4
0.0(0)
0

કાજુ મેસુબ

Aug-23-2018
Komal Dattani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ મેસુબ રેસીપી વિશે

કાજુ માથી બનતી આ એક ફરાલી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧૦૦ ગ્રામ કાજુ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૦૦ ગ્રામ ઘી
  4. પાણી જરૂર મુજબ
  5. ૧/૨ વાટેલી એલચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ મીક્ષર જાર મા કાજુ નો ભુકો કરો.
  2. હવે ૧ કડાઈ મા ખાંડ અને પાણી ની એક તાર ની ચાસણી બનાવો.
  3. ચાસણી મા કાજુ નો ભુકો ઉમેરો. તેને હલાવો.
  4. હવે ફોટો મા બતાવ્યા મુજબ ઘી ઉમેરો અને સતત હલાવતા રહો. ઘી ધીરે ધીરે ૧-૧ ચમચો ઉમેરો.
  5. ઘી ને છુટુ પડવા દો.
  6. હવે તેમા એક ઊભરો આવવા દો. ઊભરો આવે કે તરત હલાવો. આવુ હજી ૩ વાર કરવુ.
  7. હવે એક થાળી મા મેસુબ કાઢો અને તરત બીજી થાળી થી ૨ મીનીટ સુધી ઢાંકો. તેને પાથરવાનો નથી.
  8. હવે એલચી ભભરાવી ઠંડુ પડવા દો.
  9. મનપસંદ આકાર ના ચોસલા પાડી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર