Open in app

દૂધ ના પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  6 people

Dudh penda ના વિશે

Ingredients to make Dudh penda in gujarati

  • ફુલ ફેટવાળુ દૂધ 1લીટર
  • ખાંડ 100 ગ્રામ
  • કેસર 8 - 10 તાંતણા
  • ઘી 1 ચમચી

How to make Dudh penda in gujarati

  1. 2 ચમચી હુંફાળુ દૂધ લઈ કેસર ને પલાળી રાખવું.
  2. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ એમાં હલકા હાથે ઘી ચોપડવું, જેથી દૂધ ઉકાળતી વખતે બેસી જવાનો ભય ઓછો થઈ જાય.
  3. હવે ગેસ ચાલુ કરી ફુલ ફેટવાળુ 1લીટર દૂધ એમાં ઉમેરો.
  4. મધ્યમ આંચ પર રાખી ઉકાળવું..... સતત હલાવતાં રહેવું.
  5. કેસર પલાળેલું દૂધ ઉમેરી દેવું.
  6. દૂધ બળીને ઘટ્ટ થવાં આવે ત્યારે એમાં 100 ગ્રામ ખાંડ ઉમેરવી.
  7. 1લીટર દૂધમાંથી 250 ગ્રામ જેટલો માવો તૈયાર થાય છે એટલે 100 ગ્રામ ખાંડ થઈ રહે.... છતાં કોઈને વધું મીઠું ભાવતું હોય તો થોડી વધું ઉમેરવી.
  8. હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ને ગોળી જેવું વળવા લાગે ત્યારે ગેસ પરથી ઉતારી લો.
  9. થોડું ઠંડુ થવા દો..... પછી ઘીવાળો હાથ કરી પેંડા બનાવી લો.
  10. આ માપ માંથી 12 - 13 નંગ પેંડા બનશે.

Reviews for Dudh penda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudh penda in gujarati

  • પેંડા

    2 likes
  • પેંડા

    1 likes
  • દૂધ પાક

    6 likes
  • દૂધ પૌઆ

    2 likes
  • દૂધ પૌવા

    5 likes
  • એલચી દૂધ

    1 likes