હોમ પેજ / રેસિપી / દૂધ ના પેંડા

Photo of Dudh penda by Hiral Hemang  Thakrar at BetterButter
599
4
0.0(0)
0

દૂધ ના પેંડા

Aug-25-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ ના પેંડા રેસીપી વિશે

કોઈપણ શુભ સમાચાર કે શુભ પ્રસંગ હોય પેંડા ઘરે લવાતા હોય છે, બધાને ભાવતા પણ હોય છે..... આ આસાન રીતે જો ઘરે જ પેંડા બનાવીએ તો મન થાય ત્યારે ખાઈ શકાય, બહાર લેવા જવાની પળોજણ નહીં.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 6

  1. ફુલ ફેટવાળુ દૂધ 1લીટર
  2. ખાંડ 100 ગ્રામ
  3. કેસર 8 - 10 તાંતણા
  4. ઘી 1 ચમચી

સૂચનાઓ

  1. 2 ચમચી હુંફાળુ દૂધ લઈ કેસર ને પલાળી રાખવું.
  2. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ એમાં હલકા હાથે ઘી ચોપડવું, જેથી દૂધ ઉકાળતી વખતે બેસી જવાનો ભય ઓછો થઈ જાય.
  3. હવે ગેસ ચાલુ કરી ફુલ ફેટવાળુ 1લીટર દૂધ એમાં ઉમેરો.
  4. મધ્યમ આંચ પર રાખી ઉકાળવું..... સતત હલાવતાં રહેવું.
  5. કેસર પલાળેલું દૂધ ઉમેરી દેવું.
  6. દૂધ બળીને ઘટ્ટ થવાં આવે ત્યારે એમાં 100 ગ્રામ ખાંડ ઉમેરવી.
  7. 1લીટર દૂધમાંથી 250 ગ્રામ જેટલો માવો તૈયાર થાય છે એટલે 100 ગ્રામ ખાંડ થઈ રહે.... છતાં કોઈને વધું મીઠું ભાવતું હોય તો થોડી વધું ઉમેરવી.
  8. હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ને ગોળી જેવું વળવા લાગે ત્યારે ગેસ પરથી ઉતારી લો.
  9. થોડું ઠંડુ થવા દો..... પછી ઘીવાળો હાથ કરી પેંડા બનાવી લો.
  10. આ માપ માંથી 12 - 13 નંગ પેંડા બનશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર