કાજુ ગુલકંદ પાન | Kaju Gulkand Paan Recipe in Gujarati

  ના દ્વારા Harsha Israni  |  26th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kaju Gulkand Paan by Harsha Israni at BetterButter
  કાજુ ગુલકંદ પાનby Harsha Israni
  • તૈયારીનો સમય

   20

   મીની
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   5

   લોકો

  4

  0

  કાજુ ગુલકંદ પાન

  કાજુ ગુલકંદ પાન Ingredients to make ( Ingredients to make Kaju Gulkand Paan Recipe in Gujarati )

  • ૨૫૦ ગ્રામ કાજુ
  • ૧૫૦ ગ્રામ ખાંડ
  • ૧૦૦ ગ્રામ ગુલકંદ
  • ૨૦૦ ગ્રામ સૂકો મેવો(કાજુ,બદામ,પિસ્તા ઝીણા સમારેલા)
  • ૨ -૩ ટીપા ખાવાનો લીલો રંગ
  • ૨ ચમચી ઘી

  How to make કાજુ ગુલકંદ પાન

  1. સૌ પહેલા કાજુને ૨ કલાક માટે પાણી પલાળી દો.
  2. કાજુને પાણીમાંથી નિતારી મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. અેક કઢાઈમાં કાજુ પેસ્ટ અને ખાંડને ૫ -૧૦ મિનિટ સુધી સાંતળો.
  4. કાજુ અને ખાંડ સંતળાઈ જાય ત્યારે ૨-૩ ટીપા લીલો ખાવાનો રંગ ઉમેરી મીક્સ કરો અને મશ્રણને ઠંડુ પડવા દો.
  5. હવે કઢાઈમાં ગુલકંદ,બદામ,કાજુ,પીસ્તા અને ૨ ચમચી ખાંડ ઉમેરી ૫ મિનિટ સુધી સાંતળો અને પછી ઠંડુ થવા મૂકો.
  6. કાજુવાળા મિશ્રણમાંથી પોલિથીન પર થોડુ ઘી લગાવી મોટીપૂરી વણી તેના ચાર ભાગ પીઝાકટર વડે કરો.
  7. કટ કરેલી ત્રિકોણ પૂરીની વચ્ચે અેક ચમચી ગુલકંદવાળુ મિશ્રણ મૂકી બન્ને હાથે થોડુ ઘી લગાવી તેને પાન(કોન)શેપમાં વાળો.
  8. આવી રીતે બધાં પાન બનાવી લો.અને છેલ્લે ચાંદીના વરખથી સજાવો.તૈયાર છે કાજુ ગુલકંદ પાન .

  My Tip:

  કાજુના બદલે માવાનો ઉપયોગ પણ કરી શકાય છે.

  Reviews for Kaju Gulkand Paan Recipe in Gujarati (0)