હોમ પેજ / રેસિપી / કાજુ ગુલકંદ પાન

Photo of Kaju Gulkand Paan by Harsha Israni at BetterButter
825
6
0.0(0)
0

કાજુ ગુલકંદ પાન

Aug-26-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગુલકંદ પાન રેસીપી વિશે

આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે.

રેસીપી ટૈગ

  • નવરાત્રીની રેસિપીઓ
  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ કાજુ
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૧૦૦ ગ્રામ ગુલકંદ
  4. ૨૦૦ ગ્રામ સૂકો મેવો(કાજુ,બદામ,પિસ્તા ઝીણા સમારેલા)
  5. ૨ -૩ ટીપા ખાવાનો લીલો રંગ
  6. ૨ ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌ પહેલા કાજુને ૨ કલાક માટે પાણી પલાળી દો.
  2. કાજુને પાણીમાંથી નિતારી મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. અેક કઢાઈમાં કાજુ પેસ્ટ અને ખાંડને ૫ -૧૦ મિનિટ સુધી સાંતળો.
  4. કાજુ અને ખાંડ સંતળાઈ જાય ત્યારે ૨-૩ ટીપા લીલો ખાવાનો રંગ ઉમેરી મીક્સ કરો અને મશ્રણને ઠંડુ પડવા દો.
  5. હવે કઢાઈમાં ગુલકંદ,બદામ,કાજુ,પીસ્તા અને ૨ ચમચી ખાંડ ઉમેરી ૫ મિનિટ સુધી સાંતળો અને પછી ઠંડુ થવા મૂકો.
  6. કાજુવાળા મિશ્રણમાંથી પોલિથીન પર થોડુ ઘી લગાવી મોટીપૂરી વણી તેના ચાર ભાગ પીઝાકટર વડે કરો.
  7. કટ કરેલી ત્રિકોણ પૂરીની વચ્ચે અેક ચમચી ગુલકંદવાળુ મિશ્રણ મૂકી બન્ને હાથે થોડુ ઘી લગાવી તેને પાન(કોન)શેપમાં વાળો.
  8. આવી રીતે બધાં પાન બનાવી લો.અને છેલ્લે ચાંદીના વરખથી સજાવો.તૈયાર છે કાજુ ગુલકંદ પાન .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર