હોમ પેજ / રેસિપી / મોતીચુર ના લાડું

Photo of Motichur na ladu by Kalpana Parmar at BetterButter
452
4
0.0(0)
0

મોતીચુર ના લાડું

Aug-26-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોતીચુર ના લાડું રેસીપી વિશે

વારતહેવારે કે શુભ પ્રસંગોમાં મોતીચુર ના લાડુ તો બધી જગ્યાએ મળે જ છે. પરંતુ ઘરમાં બનાવેલા લાડુની વાતજ કઈ અલગ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 7

  1. ચાસણી માટે
  2. 1.દોઢ કપ સાકર
  3. 2.  1 કપ પાણી
  4. 3. 5 કેસરના તાંતણા પાણીમાં ઘોળીને
  5. બુંદી માટે-
  6. 1.2કપ બેસન
  7. 2.દોઢ કપ પાણી
  8. 3.1 ચમચી દેશી ઘી
  9. 4. 1-2 ટીપા ખાવાનો કેસરી રંગ
  10. 5. 2-3 એલચીનો પાવડર
  11. 6. તળવા માટે તેલ
  12. 7. 2 ચમચી તરબૂચ ના બીયાં
  13. 8. 2 ચમચી બદામ ઝીણાં સમારેલા

સૂચનાઓ

  1. સાકર,કેસર,પાણી નાખી દોઢ તારની ચાસણી બનાવો.
  2. બેસન, પાણી, ખાવાનો કેસરી રંગ, એલચી પાવડર નાખી ખીરૂં બનાવો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરી બુંદીના ઝારા વડે બુંદી પાડી તળો. ગોલ્ડન થાય અને તેલમાં ફીણ બનવાનું બંધ થાય કે તરત બુંદીને કાઢી લો. અને ગરમ ચાસણીમાં નાખી દો.
  4. બાકીના ખીરાની પણ બુંદી તળી ને ચાસણીમાં નાખી હલાવો.ઘી નાખો મિક્સ કરો
  5. બુંદી ચાસણી ચુસી લે કે મિકસરમાં બુંદી નાખી 1 ટેબલસ્પુન ગરમ પાણી નાખી થોડુંક ચર્ન કરો જેથી બુંદીના કણ નાના થશે. તરબૂચ ના બીયાં ને બદામ નાખીને લાડું વાળી લો જયારે મન થાય ત્યારે સર્વ કરો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર