હોમ પેજ / રેસિપી / કાજુ પીસ્તા કતરી

Photo of Kaju pista katri by Kalpana Parmar at BetterButter
410
3
0(0)
0

કાજુ પીસ્તા કતરી

Aug-26-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ પીસ્તા કતરી રેસીપી વિશે

કાજુ કતરી તો સોં કોઈ બનાવે છે એવીજ રીતે કાજુ પિસ્તા કતરી પણ બનાવી શકાય અને સ્વાદ માં ને દેખાવ માં ઘણીજ સારી લાગે છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 300ગ્રામ પીસ્તા
  2. 200 ગ્રામ કાજુ
  3. 200 ગ્રામ ખાંડ
  4. 2 ચમચી મિલ્ક પાવડર
  5. ચપટી લીલો કલર
  6. 1 ચમચી પિસ્તા ઝીણાં સમારેલા

સૂચનાઓ

  1. પીસ્તા કાજુ ને  ધીમા તાપે થોડા શેકી, ઠંડા કરવા. પછી તેને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
  2. હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી, મિક્સ કરવો
  3. કાજુ પીસ્તાનો ભૂકો નાંખી, બરાબર મિક્સ કરી, મિલ્ક પાવડર નાખી ને બરાબર મિક્સ કરવું મિક્સર કડાઈ છોડવા લાગે ત્યાં સુધી હલાવતા રેહવું ગેસ પરથી ઉતારી લેવું.
  4. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી મસળી સરખું કરી, તેનો ગોળો વાળવો. પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી તેનો જાડો રોટલો બનાવવો. t
  5. તેના પર પિસ્તા ભભરાવીને ફરી વણી લેવું ત્યારબાદ તેના કાપા પાડી, કતરી એકદમ ઠંડી થાય પછી તેના ટુકડા અલગ કરી, ડબ્બામાં ભરી રાખવા. ઈચ્છા થાય ત્યારે પીસ્તા કતરીની મજા લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર