Open in app

કોકોનટ સ્ટફ માવા લાડું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen27th Aug 2018

Coconut stuff mava laddu ના વિશે

Ingredients to make Coconut stuff mava laddu in gujarati

  • 1 મોટી વાટકી દૂધ નો પાવડર
  • 1 કપ દૂધ
  • 1 વાટકી કોપરાનું છીણ
  • 6 ચમચી ખાંડ
  • 1 ચમચી ઘી
  • લાલ ખાવાનો કલર
  • ઈલાયચી પાવડર

How to make Coconut stuff mava laddu in gujarati

  1. સૌપ્રથમ એક પેન માં અડધો કપ દૂધ નાખી તેમાં 3 ચમચી ખાંડ નાખો અને થોડું ગરમ થવાદો
  2. ગરમ થાય એટલે તેમાં દૂધ નો પાવડર નાખીને સતત હલાવતા રહો જેથી પાવડર ની ગાઠ ના પડે
  3. એક ચમચી ઘી નાખો. અને જ્યાર સુધી માવા ની જેમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  4. હવે ગોળો વળે એટલે ગેસ બંધ કરી માવા ને એક ડિશ મા કાઢીલો અને ઢંડુ થવાદો. તેમાં ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરીલો.
  5. હવે તેજ પેન માં કોપરાનું છીણ નાખી સહેજ શેકીલો. શેકાઈ જાય એટલે તેમા ખાંડ અને વઘેલુ દૂધ અને કલર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  6. હવે તેને પણ ઢંડુ થવાદો. હવે તેમાંથી નાની નાની ગોળીઓ બનાવીલો.
  7. માવાના મિશ્રણ માથી એક ગોળો લઈ તેને હાથ વડે દબાવી પૂરી જેવું બનાવીલો તેમા કોપરાની ગોળી મુકી ગોલ લાડું વાળી લો. અને કોપરા ના છીણ ઉપરથી લગાવીલો.
  8. તૈયાર છે આપણા લાડું.

Reviews for Coconut stuff mava laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coconut stuff mava laddu in gujarati

  • સ્ટફ કોકોનટ કુકીઝ

    0 likes