હોમ પેજ / રેસિપી / કોકોનટ સ્ટફ માવા લાડું

Photo of Coconut stuff mava laddu by Apeksha's Kitchen at BetterButter
322
3
0.0(0)
0

કોકોનટ સ્ટફ માવા લાડું

Aug-27-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ સ્ટફ માવા લાડું રેસીપી વિશે

તહેવારોમાં બનાવવા માટે એકદમ પરફેક્ટ અને ખુબ ઓછા પૈસા મા બનાવી શકાય જેમાં માવાની જગ્યાએ દૂધ ના પાવડરનો ઉપયોગ કરેલ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મોટી વાટકી દૂધ નો પાવડર
  2. 1 કપ દૂધ
  3. 1 વાટકી કોપરાનું છીણ
  4. 6 ચમચી ખાંડ
  5. 1 ચમચી ઘી
  6. લાલ ખાવાનો કલર
  7. ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં અડધો કપ દૂધ નાખી તેમાં 3 ચમચી ખાંડ નાખો અને થોડું ગરમ થવાદો
  2. ગરમ થાય એટલે તેમાં દૂધ નો પાવડર નાખીને સતત હલાવતા રહો જેથી પાવડર ની ગાઠ ના પડે
  3. એક ચમચી ઘી નાખો. અને જ્યાર સુધી માવા ની જેમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  4. હવે ગોળો વળે એટલે ગેસ બંધ કરી માવા ને એક ડિશ મા કાઢીલો અને ઢંડુ થવાદો. તેમાં ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરીલો.
  5. હવે તેજ પેન માં કોપરાનું છીણ નાખી સહેજ શેકીલો. શેકાઈ જાય એટલે તેમા ખાંડ અને વઘેલુ દૂધ અને કલર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  6. હવે તેને પણ ઢંડુ થવાદો. હવે તેમાંથી નાની નાની ગોળીઓ બનાવીલો.
  7. માવાના મિશ્રણ માથી એક ગોળો લઈ તેને હાથ વડે દબાવી પૂરી જેવું બનાવીલો તેમા કોપરાની ગોળી મુકી ગોલ લાડું વાળી લો. અને કોપરા ના છીણ ઉપરથી લગાવીલો.
  8. તૈયાર છે આપણા લાડું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર