હોમ પેજ / રેસિપી / કાજુ કતલી

Photo of Kaju Katli by Rani Soni at BetterButter
625
2
0.0(0)
0

કાજુ કતલી

Aug-27-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કતલી રેસીપી વિશે

મિઠાઈમાં કાજુ કતલીનો કોઈ જવાબ જ નથી જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી.તમે પણ બનાવો હવે આ સરળ મિઠાઈ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કાજૂ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/4 કપ પાણી
  4. સજાવટ માટે ચાંદીનો વર્ક
  5. 1 ચમચી ઘી

સૂચનાઓ

  1. કાજુ ને મિકસર માં ઝીણું વાટીને પાઉડર બનાવી લો
  2. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ હવે તેને ચારણી થી ચાળી લો
  3. હવે નોનસ્ટીક પેન માં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં ઉપર મૂકો
  4. અેક તાર ની ચાસણી બનાવો
  5. ત્યારબાદ તેમાં કાજુ પાઉડર નાખો
  6. સારી રીત મિક્સ કરો
  7. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને
  8. સતત ચલાવતા રહો
  9. પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે
  10. હવે ગેસ બંદ કરી દો
  11. હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો
  12. હાથ માં લઈ શકાય અેવું થાય અેટલે ઘી વાળો હાથ કરી ગોળો વાળી લો
  13. હવે તેને પ્લાસ્ટીક ની સીટ પર મિડીયમ રોટલા જેમ વણી લો
  14. તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો
  15. હવે મનપસંદ આકારમાં કાપી લો
  16. કાજુ કતલી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર