Photo of Halwashan by Asmita Bhavin Pathak at BetterButter
352
3
0.0(0)
0

હલવાસન

Aug-27-2018
Asmita Bhavin Pathak
2 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હલવાસન રેસીપી વિશે

હલવાસન એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે.સ્પેશ્યલી ખંભાત ની...નાનામોટા સૌ ને ભાવતી વાનગી છે..ખૂ બ હેલ્થી છે..ઘર માં ખૂબ સરળતા અને થી બની જાય છે.આની સામગ્રી દરેક ઘર માં ઉપલબ્ધ જ હોય છે...તહેવારો માં ખાસ કરી ને દિવાળી માં બને છે.હલવાસન જલ્દી બગળતુ નથી..પ્રવાસ માં સાથે લઈ જવાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ 1 લીટર
  2. દહીં 2 ટેબલસ્પૂન
  3. બવળીયો ખાવાનો ગુંદર પાવડર 2 ટેબલસ્પૂન
  4. ઘી 4 ટેબલેસપૂન
  5. ઘઉં નો કકરો લોટ 4 ટેબલસ્પૂન
  6. ઈલચી પાવડર 1/2 ટી સ્પૂન
  7. જાયફળ પાવડર 1/4 ટી સ્પૂન
  8. કેસર 1/4 ટી સ્પૂન (2 સ્પૂન દૂધમાં ઓગાળેલું)
  9. બદામ ની કતરણ 1 ટેબલસ્પૂન
  10. માગજતરી ના બિયા 1 ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરો એમ દહીં ઉમેરી મિશ્રણ દાણાદાર થાય ત્યાંસુધી સતત હલાવતા રહો.હવે ગેસ પર થી ઉતારી લો
  2. એક નોન સ્ટિક કડાઈ લો ખાંડ લઈ એને ગરમ કરો સતત હલાવો.ખાંડ ઓગળી ને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી ગરમ કરવું.
  3. બીજી કડાઈ લો.એમાં ઘી ગરમ કરો અને ઘઉં નો કકરો લોટ શેકો..એમાં ગુંદર નો પાવડર મિક્સ કરી ને શેકો
  4. ગોલ્ડન બ્રાઉન રંગ થાય એટલે તેમાં દૂધ નું દાણાદાર મિશ્રણ ,ચાસણી,ઈલાયચી પાવડર,કેસર વાળું દૂધ અને જાયફળ પાવડર ઉમેરી સત્તત હલાવતા રહો.
  5. ઘટ્ટ થાય એટલે એટલે પ્લેટ માં કાઢી થોડુ ઠંડુ પાડવા દો
  6. ઘી વાળો હાથ કારી નાની થેપલીઓ બનાવો.કતરેલી બદામ અને માગજતરી ના બી ને થેપાલી પર થોડા દબાવીને લગાડો.
  7. સરસ માજાનું ટેસ્ટી હલવાસન તૈયાર છે.
  8. એન ફ્રીજ ની બહાર પણ અઠવાડિયા સુધી બગડતું નથી..પ્રવાસ માં સાથે લઈ જઈ શકો છો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર