ચંદ્રકલા | Chandrakala Recipe in Gujarati

  ના દ્વારા Harsha Israni  |  28th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chandrakala by Harsha Israni at BetterButter
  ચંદ્રકલાby Harsha Israni
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   5

   લોકો

  4

  0

  ચંદ્રકલા

  ચંદ્રકલા Ingredients to make ( Ingredients to make Chandrakala Recipe in Gujarati )

  • કણક માટે-
  • ૧ કપ મેંદો
  • ૨ ટેબલસ્પૂન ઘી (મોણ માટે)
  • ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  • ૧/૨ કપ ઠંડુ દૂધ
  • પૂરણ માટે -
  • ૧૦૦ ગ્રામ મોળો માવો
  • ૫૦ ગ્રામ કાજુના ટુકડા
  • ૫૦ ગ્રામ કિસમિસ
  • ૫૦ ગ્રામ કોપરાનુ છીણ
  • ૧ ટેબલસ્બૂન ઘી ( સાંતળવા માટે)
  • ૧ ટેબલસ્પૂન ચારોલી (ઓપ્શનલ)
  • ૨ ટેબલસ્પૂન શેકેલો રવો
  • ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  • ૩ ટેબલસ્પૂન દળેલી ખાંડ (જરુર મુજબ)
  • ઘી/ તેલ તળવા માટે
  • ચાશની માટે-
  • ૧ કપ ખાંડ
  • ૧/૨ કપ પાણી
  • સજાવવા માટે-
  • પીસ્તાની કતરણ

  How to make ચંદ્રકલા

  1. સૌ પહેલા કાથરોટ લઈ તેમાં મેંદો,ઈલાયચી પાવડર ,ઘી મીક્સ કરી ઠંડા દૂધ વડે કઠણ લોટ બાંધી કણક તૈયાર કરો.૧૦ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દો.
  2. અેક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરવા મૂકો.૨ તારની ચાશની બની જાય ત્યારે ગેસ બંધ કરી કેસર ઉમેરી દો.
  3. હવે એક કઢાઈ લઈ તેમાં ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરો. માવો,કોપરું,કિસમિસ,કાજુ,ખાંડ ,ચારોલી,ઈલાયચી પાવડર,શેકેલો રવો ઉમેરી ૫ મિનિટ સાંતળો.તૈયાર છે પૂરણ.
  4. બાંધેલા કણકમાંથી નાની નાની પૂરી વણી લો. એક પૂરીની વચ્ચે તૈયાર કરેલું ૧ ચમચી કણક મૂકી પૂરીની કિનારીઅે પાણી થોડુ લગાડો.
  5. હવે પૂરણવાળી પૂરી ઉપર બીજી પૂરી મૂકીને કિનારીઅે દબાવીને સીલ કરો.(વચ્ચે દબાવવુ નહિં.)કિનારીએ હાથ વડે પૂરીને વાળીને (ઘુઘરાં જેવી) ડિઝાઈન બનાવો.અથવા ચંદ્રકલા મેકરમાં પણ ચંદ્રકલા બનાવી શકાય છે.
  6. આવી રીતે બધી જ ચંદ્રકલા તૈયાર કરો.
  7. એક કઢાઈ લઈ ઘી ગરમ કરી ચંદ્રકલાને ધીમી આંચે ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવા મૂકો.
  8. તળાઈ ગયેલી ચંદ્રકલાને તરત જ તૈયાર કરેલી ચાશનીમાં ૫ મિનિટ માટે મૂકો.
  9. છેલ્લે ચાશનીમાંથી ચંદ્રકલાને બહાર કાઢીને ડીશમાં મૂકો.પીસ્તાની કતરણ વડે સજાવો.તૈયાર છે ચંદ્રકલા.

  My Tip:

  ચાશની ઠંડી હોવી જોઈએ અને ચંદ્કલા તળાઈ જાય ત્યારે તરત જ ચાશનીમાં નાખવી.માવાને બદલે મલાઈ લઈ શકાય.

  Reviews for Chandrakala Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

  એકસરખી વાનગીઓ