હોમ પેજ / રેસિપી / ચંદ્રકલા

Photo of Chandrakala by Harsha Israni at BetterButter
688
10
0.0(0)
0

ચંદ્રકલા

Aug-28-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચંદ્રકલા રેસીપી વિશે

આ મીઠાઈ બિહારની પ્રખ્યાત છે . પ્રસંગે ,તહેવારે,વ્યવહાર કરવા દરેકના ઘરે બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘુઘરાંના જેવી છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • બિહાર
  • તળવું
  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 5

  1. કણક માટે-
  2. ૧ કપ મેંદો
  3. ૨ ટેબલસ્પૂન ઘી (મોણ માટે)
  4. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  5. ૧/૨ કપ ઠંડુ દૂધ
  6. પૂરણ માટે -
  7. ૧૦૦ ગ્રામ મોળો માવો
  8. ૫૦ ગ્રામ કાજુના ટુકડા
  9. ૫૦ ગ્રામ કિસમિસ
  10. ૫૦ ગ્રામ કોપરાનુ છીણ
  11. ૧ ટેબલસ્બૂન ઘી ( સાંતળવા માટે)
  12. ૧ ટેબલસ્પૂન ચારોલી (ઓપ્શનલ)
  13. ૨ ટેબલસ્પૂન શેકેલો રવો
  14. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  15. ૩ ટેબલસ્પૂન દળેલી ખાંડ (જરુર મુજબ)
  16. ઘી/ તેલ તળવા માટે
  17. ચાશની માટે-
  18. ૧ કપ ખાંડ
  19. ૧/૨ કપ પાણી
  20. સજાવવા માટે-
  21. પીસ્તાની કતરણ

સૂચનાઓ

  1. સૌ પહેલા કાથરોટ લઈ તેમાં મેંદો,ઈલાયચી પાવડર ,ઘી મીક્સ કરી ઠંડા દૂધ વડે કઠણ લોટ બાંધી કણક તૈયાર કરો.૧૦ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દો.
  2. અેક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરવા મૂકો.૨ તારની ચાશની બની જાય ત્યારે ગેસ બંધ કરી કેસર ઉમેરી દો.
  3. હવે એક કઢાઈ લઈ તેમાં ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરો. માવો,કોપરું,કિસમિસ,કાજુ,ખાંડ ,ચારોલી,ઈલાયચી પાવડર,શેકેલો રવો ઉમેરી ૫ મિનિટ સાંતળો.તૈયાર છે પૂરણ.
  4. બાંધેલા કણકમાંથી નાની નાની પૂરી વણી લો. એક પૂરીની વચ્ચે તૈયાર કરેલું ૧ ચમચી કણક મૂકી પૂરીની કિનારીઅે પાણી થોડુ લગાડો.
  5. હવે પૂરણવાળી પૂરી ઉપર બીજી પૂરી મૂકીને કિનારીઅે દબાવીને સીલ કરો.(વચ્ચે દબાવવુ નહિં.)કિનારીએ હાથ વડે પૂરીને વાળીને (ઘુઘરાં જેવી) ડિઝાઈન બનાવો.અથવા ચંદ્રકલા મેકરમાં પણ ચંદ્રકલા બનાવી શકાય છે.
  6. આવી રીતે બધી જ ચંદ્રકલા તૈયાર કરો.
  7. એક કઢાઈ લઈ ઘી ગરમ કરી ચંદ્રકલાને ધીમી આંચે ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવા મૂકો.
  8. તળાઈ ગયેલી ચંદ્રકલાને તરત જ તૈયાર કરેલી ચાશનીમાં ૫ મિનિટ માટે મૂકો.
  9. છેલ્લે ચાશનીમાંથી ચંદ્રકલાને બહાર કાઢીને ડીશમાં મૂકો.પીસ્તાની કતરણ વડે સજાવો.તૈયાર છે ચંદ્રકલા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર