Open in app

પનીર ના મલાઈ પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Shraddha Patel28th Aug 2018

Paneer malai penda ના વિશે

Ingredients to make Paneer malai penda in gujarati

  • 2 લીટર દૂધ
  • 2-3 ટીપા લીંબુ નો રસ
  • એક કપ મિલ્ક પાવડર
  • એક કપ ખાંડ
  • ચાર ચમચી ઘી
  • બદામ અને કિસમિસ ગાર્નિશીંગ માટે
  • એક ચમચી એલચી પાવડર

How to make Paneer malai penda in gujarati

  1. સૌ પ્રથમ દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક સાફ કપડાં મા ફાટેલું દૂધ ગાળી લો. બધું પાણી નીતરી જાય ત્યાં સુધી પનીર કપડાં મા રહેવા દો. તો પનીર તૈયાર છે. હવે પનીર ને મિક્સર મા બ્લેન્ડ કરી લો.
  2. હવે એક કઢાઈ મા ઘી મૂકી તેમાં બ્લેન્ડ કરેલ પનીર નાખો. બે થી ત્રણ મિનિટ હલાવો.
  3. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ત્યાર પછી એમાં મિલ્ક પાવડર અને એલચી પાવડર ઉમેરો.
  4. પેંડા નું મિશ્રણ કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. મિશ્રણ કઢાઈ છોડે એટલે ગૅસ પર થી નીચે ઉતારી થોડું ઠંડુ થવા દેવું.
  5. હવે હાથમા ઘી લગાવી પેંડા વાળી લેવા અને બદામ કિસમિસ થી ગાર્નિશ કરવા.

Reviews for Paneer malai penda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer malai penda in gujarati

  • દૂધ ના પેંડા

    7 likes
  • દૂધ ના પેંડા

    4 likes
  • દૂધ ના પેંડા

    2 likes
  • માવા ના પેંડા

    5 likes
  • પનીર ના પકોડા

    3 likes
  • માવા ના પેંડા

    1 likes