ગુલાબ જામુન વીથ કેક ઈન જાર | Gulab jamun with cake in jar Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  28th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Gulab jamun with cake in jar recipe in Gujarati, ગુલાબ જામુન વીથ કેક ઈન જાર, vaishali nandola
ગુલાબ જામુન વીથ કેક ઈન જારby vaishali nandola
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  2

  Hours
 • પીરસવું

  10

  લોકો

0

0

ગુલાબ જામુન વીથ કેક ઈન જાર વાનગીઓ

ગુલાબ જામુન વીથ કેક ઈન જાર Ingredients to make ( Ingredients to make Gulab jamun with cake in jar Recipe in Gujarati )

 • ગુલાબ જામુન માટે
 • પાવ કિલો માવો
 • 100 ગા્મ આરાલોટ
 • 1/4 કપ દુધ
 • 1/4 ટીસ્પુન થી પણ અડધા જેટલો બેકિંગ પાઉડર
 • તળવા માટે ઘી
 • ચાસણી માટે
 • 300 ગા્મ સાકર
 • 2 ગ્લાસ પાણી
 • અેલચી
 • કેક માટે
 • 150 ગા્મ મેંદો
 • 50 ગા્મ બટર
 • 200 ગા્મ કંડેન્સ મિલ્ક
 • 1 કપ કે લિકવીડ સોડા
 • 1/2 ટીસ્પુન કુકીંગ સોડા
 • 1 ટીસ્પુન બેકીંગ પાઊડર
 • 1 ટીસ્પુન વેનીલા એસેંસ

How to make ગુલાબ જામુન વીથ કેક ઈન જાર

 1. ગુલાબ જામુન બનાવવા માટે
 2. સાકર મા પાણી નાખી 1 તાર કરતા ઓછી એવી ચાસણી તૈયાર કરવી તેમા એલચી નાખવી.
 3. દુધમા બેકીંગ પાઉડર નાખી મિક્સ કરો હવે માવાને છુટો પાડી તેમા આરાલોટ નાખો અેમા થોડુ થોડુ દુધ નાખતા જવુ ને મસડતા જવુ કણક તૈયાર થઈ જાય અેટલે ગોળા વાળી ઘી મા તળી લેવા
 4. ગોળા તળાઈ જાય એટલે ચાસણીમા નાખી બાજુમા મુકી દો.
 5. કેક બનાવવા માટે
 6. મેંદો,બેકીંગ પાઉડર,સોડા સાથે લઈ 2 થી 3 વાર ચાળી લો
 7. હવે એક કડાઇમા બટર અને કંડેન્સ મિલ્ક ને એક જ દિશામા હલાવતા રહો
 8. એમા થોડો થોડો મેંદો નાખતા જવુ અને હલાવતા રહેવુ
 9. મેંદો બધો નખાય ગયા બાદ એસેન્સ નાખો છેલ્લે તેમા લિકવીડ સોડા નાખો
 10. બેટર અેકદમ સોફ્ટ થાય ત્યા સુધી ફેટતા રહેવુ
 11. આબેટર ને ગી્સ અને ડસ્ટ કરેલા વાસણમા નાખી 180 ડિગી્ પર 40 થી 45 મિનીટ બેક કરો.
 12. કેક અને ગુલાબ જામુન ઠંડા થવા દો
 13. કેક ને વચ્ચેથી કટ કરો.પછી જારની સાઈઝમા કટ કરો
 14. જારમા પહેલા કેક મુકો એના પર ગુલાબ જામુન તમને જોઈતા પમાણમા મુકો
 15. હવે વ્હીપ કિ્મ થી ડકોરેટ કરી ઉપર ચોકલેટ અને જામુનથી સજાવો

My Tip:

વોલનટ ચોકલેટ સીરપ એમા નાખી શકો સ્વાદ ખુબ સરસ લાગે છે

Reviews for Gulab jamun with cake in jar Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો