BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કેસરીયા બદામ અને કોપરા નો હલવો

Photo of Almond and shredded coconut halwa by Ankita Tahilramani at BetterButter
0
2
0(0)
0

કેસરીયા બદામ અને કોપરા નો હલવો

Aug-28-2018
Ankita Tahilramani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરીયા બદામ અને કોપરા નો હલવો રેસીપી વિશે

અલગ અલગ હલવા બનતા હોય છે દરેક ના ધર મા, તહેવારો ના સમય મા ચાલો કંઇક નવું બનાવીયે! અત્યન્ત હેલ્ધી અને સરળ છે આ હલવા બનાવા ની રીત! આ રેસિપી 50% હેબ્બર કિચન થી મેળવી છે, અને 50% મારી રસોઈ ઘર થી ! :yum:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3/4 કપ બદામ
  2. 3/4 કપ ખાંડ
  3. 1/2 કપ દૂધ
  4. 1 કપ ગરમ પાણી
  5. 2 મોટી ચમચી ઘી +1 નાની ચમચી ઘી
  6. 2 મોટી ચમચી દૂધ અને કેસર નું મિશ્રણ
  7. 1/4 કપ કોપરું (નારિયેળ નું બૂરું)
  8. બદામ ની કાતરી સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌથી પેહલા બદામ ને ગરમ પાણી માં 30 મિનીટ પલાળી રાખો.
  2. હવે બદામ ની છાલ કાઢી ને તેને મિક્સર ગ્રાઈન્ડર મા નાખો.
  3. તેમાં દૂધ અને કેસર નું મિશ્રણ નાખી ને ગ્રાઇન્ડ કરો.
  4. હવે એક કઢાઈ માં ઘી ગરમ કરો.
  5. તેમાં આ ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ નાખી ને ધીમી આંચ એ શેકો.
  6. 2-3 મિનીટ પછી તેમાં દૂધ ઉમેરો ને હલાવો.
  7. એ બરાબર ચઢી જાય એટલે ખાંડ ઉમેરો અને તેને બરાબર હલાવતા રહો.
  8. 2-3 મિનીટ પછી તેમાં કોપરું (નારિયેળ નું બૂરું ) નાખો અને સરખું હલાવો.
  9. 1-2 મિનીટ સુધી ધીમી આંચ પર મુકી પછી છેલ્લે 1 નાની ચમચી ઘી ઉમેરો હલાવી દો.
  10. તૈયાર છે તમારો એકદમ સ્વાદિષ્ટ હલવો.
  11. બદામ ની કાતરી થી તેની સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર