હોમ પેજ / રેસિપી / શીંગદાણા નાળિયેર ની બરફી

Photo of Peanut coconut barfi by Shraddha Patel at BetterButter
593
2
0.0(0)
0

શીંગદાણા નાળિયેર ની બરફી

Aug-28-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીંગદાણા નાળિયેર ની બરફી રેસીપી વિશે

શીંગદાણા અને નાળિયેર બન્ને ફરાળ મા લઇ શકાય જેથી આ બરફી ફરાળ મા પણ લઇ શકાતી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. બે કપ શીંગદાણા
  2. બે કપ નાળિયેર નું જાડું છીણ
  3. બે કપ ખાંડ
  4. એક કપ પાણી
  5. ઘી ગ્રીસ કરવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ શીંગદાણા ને શેકી તેના ફોતરાં કાઢી લો. ત્યારબાદ તેને મિક્સર મા અધકચરું પીસી લો.
  2. હવે એક કઢાઈ મા ખાંડ લઇ તેમાં પાણી ઉમેરી એક તાર ની ચાસણી બનાવો.
  3. ચાસણી તૈયાર થાય એટલે તેમાં શીંગદાણા નો ભૂકો અને નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  4. ત્યરબાદ આ મિશ્રણ ને ધીમી આંચ પર એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહો. મિશ્રણ એકરસ થાય જાય એટલે ગૅસ બંધ કરી થોડી વાર હલાવો.
  5. હવે એક થાળી મા ઘી લગાવી આ તૈયાર થયેલ મિશ્રણ ને એમાં એકસરખું ફેલાવી લો.
  6. ત્યારબાદ તેના ચોરસ કટકા કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર