હોમ પેજ / રેસિપી / શિરો અથવા સુજી નો હલવો

Photo of Shiro or suji halwa by Shraddha Patel at BetterButter
584
2
0.0(0)
0

શિરો અથવા સુજી નો હલવો

Aug-28-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શિરો અથવા સુજી નો હલવો રેસીપી વિશે

ભગવાન સત્યનારાયણ ની કથા ના પ્રસાદ મા સુજી નો શિરો બનાવવા મા આવે છે. તેમજ મહેમાન ને પણ આપી શકાય એવી ઝડપ થી બનતી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. અડધો કપ રવો અથવા સુજી
  2. દોઢ કપ પાણી
  3. અડધો કપ ઘી
  4. પોણો કપ ખાંડ
  5. અડધી ચમચી એલચી નો પાવડર
  6. કાજુ બદામ અને કિસમિસ ગાર્નિશીંગ માટે
  7. 7 થી 8 તાંતણા કેસર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈ મા ઘી લઇ તેમાં સુજી નાખી મિક્સ કરી લો. અને ધીમી આંચ પર હલાવતા રહો. બીજી બાજુ એક વાસણ મા પાણી ગરમ કરવા માટે મૂકો.
  2. સુજી નો કલર બદામી થવા લાગે અને સુગંધ આવવા લાગે એટલે સુજી શેકાઈ ને તૈયાર છે. હવે એમાં ગરમ પાણી ઉમેરી સતત હલાવતા રહેવું.
  3. ત્યારબાદ તેમાં કેસર ના તાંતણા, એલચી પાવડર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  4. જ્યા સુધી સુજી ફૂલી જાય અને પાણી શોષી લે ત્યાં સુધી શીરા ને ધીમી આંચ પર હલાવતા રહેવું.
  5. શિરો તૈયાર થાય જાય પછી તેને સર્વિંગ બોલ મા લઇ ઉપર કાજુ બદામ અને કિસમિસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર