હોમ પેજ / રેસિપી / ચોકલેટ પેડા

Photo of Chocolate Pedha by Dharmistha Kholiya at BetterButter
522
7
0.0(0)
0

ચોકલેટ પેડા

Aug-28-2018
Dharmistha Kholiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ પેડા રેસીપી વિશે

પેડા જેને ગુજરાતી માં પેંડા પણ કહે છે.પેડા ને ચોકલેટ સાથે બનાવીને થોડું નવતર કરવાનો પ્રયત્ન કર્યો છે . આ પેડા જલ્દી થી બનાવી શકાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. પેડા ની સામગ્રી
  2. 300 ગ્રામ પનીર
  3. 200 ગ્રામ મિલ્કમેડ/કન્ડેન્સ મિલ્ક
  4. 4 મોટા ચમચા મિલ્ક પાવડર
  5. 2 મોટા ચમચા ઘર ની મલાઈ
  6. સજાવટ ની સામગ્રી
  7. 100 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  8. 1/2 કપ શેકેલા અખરોટ બારીક સમારેલા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પનીર ને મુલાયમ થાય ત્યાં સુધી મસળી લો.
  2. હવે તેમાં મિલ્કમેડ, મલાઇ અને મિલ્ક પાવડર મેળવી ને બરાબર મેળવી લો.
  3. તૈયાર કરેલા મિશ્રણ ને ગેસ પર માધ્યમ આંચ પર પકાવો.
  4. સતત હલાવતા રહેવું નહીતો મિશ્રણ કડાઈ માં ચોટવા લાગશે
  5. મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ છોડવા લગે એટલે ગેસ બંધ કરો.
  6. હવે હાર્ટ/ દિલ આકાર ના સાંચા માં 1 ચમચી જેટલું મિશ્રણ નાખીને હાર્ટ આકાર ના પેડા બનાવી લો.
  7. હવે એક તપેલા માં 1 ગ્લાસ જેટલું પાણી ઉકાળો
  8. પાણી ઉકળે એટલે તેના પર ચોકલેટ ના ટુકડા વાળું બાઉલ મૂકીને સતત હલાવો.
  9. ચોકલેટ ના ટુકડા ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
  10. ઓગળેલી ચોકલેટ ને પાપિંગ બેગ માં ભરો
  11. પાઈપિંગ બેગ નો આગળ નો ભાગ કાતર થી કાપી લો.
  12. તૈયાર કરેલા પેડા પાર પાઈપિંગ બેગ ની મદદ થી ચોકલેટ નું પડ( લેયર) બનાવો.
  13. અને અખરોટ ના ટુકડા થી સજાવો
  14. આ મીઠાઈ જોવામાં તો સુંદર લાગેજ છે અને નાના મોટા બધાને પસંદ આવે એવી સ્વાદિષ્ટ પણ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર