Open in app

ચોકલેટ પેડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  10 people
Dharmistha Kholiya28th Aug 2018

Chocolate Pedha ના વિશે

Ingredients to make Chocolate Pedha in gujarati

  • પેડા ની સામગ્રી
  • 300 ગ્રામ પનીર
  • 200 ગ્રામ મિલ્કમેડ/કન્ડેન્સ મિલ્ક
  • 4 મોટા ચમચા મિલ્ક પાવડર
  • 2 મોટા ચમચા ઘર ની મલાઈ
  • સજાવટ ની સામગ્રી
  • 100 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  • 1/2 કપ શેકેલા અખરોટ બારીક સમારેલા

How to make Chocolate Pedha in gujarati

  1. સૌ પ્રથમ પનીર ને મુલાયમ થાય ત્યાં સુધી મસળી લો.
  2. હવે તેમાં મિલ્કમેડ, મલાઇ અને મિલ્ક પાવડર મેળવી ને બરાબર મેળવી લો.
  3. તૈયાર કરેલા મિશ્રણ ને ગેસ પર માધ્યમ આંચ પર પકાવો.
  4. સતત હલાવતા રહેવું નહીતો મિશ્રણ કડાઈ માં ચોટવા લાગશે
  5. મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ છોડવા લગે એટલે ગેસ બંધ કરો.
  6. હવે હાર્ટ/ દિલ આકાર ના સાંચા માં 1 ચમચી જેટલું મિશ્રણ નાખીને હાર્ટ આકાર ના પેડા બનાવી લો.
  7. હવે એક તપેલા માં 1 ગ્લાસ જેટલું પાણી ઉકાળો
  8. પાણી ઉકળે એટલે તેના પર ચોકલેટ ના ટુકડા વાળું બાઉલ મૂકીને સતત હલાવો.
  9. ચોકલેટ ના ટુકડા ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
  10. ઓગળેલી ચોકલેટ ને પાપિંગ બેગ માં ભરો
  11. પાઈપિંગ બેગ નો આગળ નો ભાગ કાતર થી કાપી લો.
  12. તૈયાર કરેલા પેડા પાર પાઈપિંગ બેગ ની મદદ થી ચોકલેટ નું પડ( લેયર) બનાવો.
  13. અને અખરોટ ના ટુકડા થી સજાવો
  14. આ મીઠાઈ જોવામાં તો સુંદર લાગેજ છે અને નાના મોટા બધાને પસંદ આવે એવી સ્વાદિષ્ટ પણ છે.

Reviews for Chocolate Pedha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate Pedha in gujarati

  • મકાઈ પેડા

    1 likes
  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • ચોકલેટ પેંડા

    2 likes