હોમ પેજ / રેસિપી / લાપસી

Photo of Lapsi by Shraddha Patel at BetterButter
0
2
0(0)
0

લાપસી

Aug-29-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાપસી રેસીપી વિશે

લાપસી એ શુભ પ્રસંગો મા બનતી વાનગી છે અને એ ઉપરાંત ખોડિયાર માતાજી ના કાર્ય મા પણ બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ઘઉ નો કરકરો લોટ
  2. પોણો કપ ઘી
  3. બે ચમચી વરિયાળી નો ભુક્કો
  4. ત્રણ ચમચી નાળિયેર નું છીણ
  5. પોણો કપ પાણી
  6. 1. 5 કપ ગોળ
  7. એક ચમચી માખણ
  8. કાજુ ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી મા પાણી ઊકળવા મૂકો અને એમાં ગોળ અને માખણ નાખો.
  2. પાણી ઉકળી જાય એટલે ગરણી ની મદદ થી ગોળ નું પાણી બીજી તપેલી મા ગાળી લો. ત્યારબાદ તેમાં ઘઉ નો લોટ ઉમેરો અને વેલણ ની મદદ થી એમાં સાત આઠ ખાડા કરી લો અને ગૅસ બંધ કરી 5 મિનિટ માટે ઢાંકી રાખો.
  3. ત્યારબાદ ઢાંકણ ખોલી વેલણ વડે લોટ બરાબર હલાવી લો.
  4. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં બાફેલ લોટ ઉમેરો અને લાપસી ને સાંતળો.
  5. પછી એમાં વરિયાળી નો ભુક્કો અને નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. લાપસી બરાબર સંતળાય જાય એટલે એક સર્વિંગ બોલ મા લઇ એના પર કાજુ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર