Photo of Churmu by Shraddha Patel at BetterButter
735
2
0.0(0)
0

ચુરમુ

Aug-29-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુરમુ રેસીપી વિશે

આ એક મૂળભૂત કાઠિયાવાડી મીઠાઈ છે જેને ઘી સાથે પીરસવા મા આવે છે. એ ઉપરાંત રાજસ્થાન મા પણ ચુરમુ ખુબજ પ્રખ્યાત છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ઘઉ નો જાડો લોટ
  2. બે ચમચી ચણા નો લોટ
  3. અડધો કપ રવો
  4. ઘી મોંણ માટે તેમજ સાથે પીરસવા માટે
  5. એક ચમચી એલચી પાવડર
  6. બે ચમચી કાજુ બદામ ની કતરણ
  7. એક ચમચી કિસમિસ
  8. તળવા માટે તેલ
  9. દોઢ કપ દળેલી ખાંડ
  10. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાથરોટ મા ઘઉ નો લોટ, ચણા નો લોટ અને રવો મિક્સ કરો અને એમાં ઘી નું મોંણ નાખી બરાબર મિક્સ કરી લો. અને પાણી ને હુંફાળું ગરમ કરી લો.
  2. હવે પાણી વડે લોટ બાંધી તેના મુઠીયા વાળી લો. હવે આ તૈયાર થયેલ મુઠીયા ને ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.
  3. તળાઈ ગયેલ મુઠીયા ના કટકા કરી થોડા ઠંડા થવા દો. ત્યારબાદ મુઠીયા ના કટકા નો મિક્સર મા ભુક્કો કરી લો.
  4. હવે એ ભુક્કા મા એલચી પાવડર, કાજુ બદામ ની કતરણ, કિસમિસ અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. હવે તૈયાર થયેલ ચુરમા ને ઘી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર