Open in app

ચુરમુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Shraddha Patel29th Aug 2018

Churmu ના વિશે

Ingredients to make Churmu in gujarati

  • બે કપ ઘઉ નો જાડો લોટ
  • બે ચમચી ચણા નો લોટ
  • અડધો કપ રવો
  • ઘી મોંણ માટે તેમજ સાથે પીરસવા માટે
  • એક ચમચી એલચી પાવડર
  • બે ચમચી કાજુ બદામ ની કતરણ
  • એક ચમચી કિસમિસ
  • તળવા માટે તેલ
  • દોઢ કપ દળેલી ખાંડ
  • પાણી જરૂર મુજબ

How to make Churmu in gujarati

  1. સૌ પ્રથમ કાથરોટ મા ઘઉ નો લોટ, ચણા નો લોટ અને રવો મિક્સ કરો અને એમાં ઘી નું મોંણ નાખી બરાબર મિક્સ કરી લો. અને પાણી ને હુંફાળું ગરમ કરી લો.
  2. હવે પાણી વડે લોટ બાંધી તેના મુઠીયા વાળી લો. હવે આ તૈયાર થયેલ મુઠીયા ને ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.
  3. તળાઈ ગયેલ મુઠીયા ના કટકા કરી થોડા ઠંડા થવા દો. ત્યારબાદ મુઠીયા ના કટકા નો મિક્સર મા ભુક્કો કરી લો.
  4. હવે એ ભુક્કા મા એલચી પાવડર, કાજુ બદામ ની કતરણ, કિસમિસ અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. હવે તૈયાર થયેલ ચુરમા ને ઘી સાથે પીરસો.

Reviews for Churmu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Churmu in gujarati

  • ચુરમુ

    1 likes
  • રોટલીનુ ચુરમુ

    3 likes