હોમ પેજ / રેસિપી / કાજુ કટોરી

Photo of Cashew nut katori by Urvashi Belani at BetterButter
1044
5
0.0(0)
0

કાજુ કટોરી

Aug-29-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કટોરી રેસીપી વિશે

આ રેસીપી માં કાજૂક્તલી નું મિશ્રણ તૈયાર કરી તેને કટોરી નો આકાર આપ્યો છે અને અંદર માવા અને ડ્રાયફ્રુટ નું પૂરણ ભર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 125 ગ્રામ કાજુ
  2. 100 ગ્રામ ખાંડ
  3. 50 મિલીલીટર પાણી
  4. 1 ચમચી ઘી
  5. પૂરણ બનાવવા માટે:
  6. 100 ગ્રામ માવો
  7. 4 ચમચા ડ્રાયફ્રુટ (કાપેલા)
  8. 2 ચમચા ખાંડ
  9. 1/4 ચમચી કેસર (2 ચમચી દૂધ માં ઓગળી રાખવું)
  10. 1/4 ચમચી ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. કાજુ ને મિક્સર માં પીસી લેવા.
  2. ખાંડ અને પાણી ને મિક્સ કરી ઉકળવા મૂકવું.
  3. જ્યારે ચાશની 1 તાર ની થાય ત્યારે તેમાં પીસેલા કાજુ નાખી મિક્સ કરો અને ગેસ બંદ કરી દો.
  4. ઘી નાખો અને સતત હલાવતા રહેવું.
  5. જ્યારે મિશ્રણ ગાઢું થાય અને કઢાઈ છોડી દે ત્યારે થોડું મિશ્રણ લઈ તેમાંથી નાની નાની કટોરી બનાવો.
  6. પૂરણ માટે માવો અને ખાંડ નાખો સીમ આંચ પર ગરમ કરવા મુકો, જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટ, ઈલાયચી પાવડર અને કેસર નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  7. આ પૂરણ ને કાજુ ની કટોરી માં ભરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર