ખજૂર બદામ માધૂરી | Dates Almond Delite Recipe in Gujarati

  ના દ્વારા Shital Satapara  |  30th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dates Almond Delite by Shital Satapara at BetterButter
  ખજૂર બદામ માધૂરીby Shital Satapara
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   4

   લોકો

  15

  0

  ખજૂર બદામ માધૂરી

  ખજૂર બદામ માધૂરી Ingredients to make ( Ingredients to make Dates Almond Delite Recipe in Gujarati )

  • 250 ગ્રામ ખજુર
  • 1 મોટો બાઉલ બદામ
  • 4 ટી સ્પૂન સાકર દળેલી
  • દૂધ જરૂરિયાત મૂજબ (આશરે અડધો કપ)
  • થોડુંક કેસર (પલાળેલુ )
  • 2 ટી સ્પૂન ઘી
  • 1/4 ટી સ્પૂન એલચી પાવડર
  • 3 ટી સ્પૂન ખસ ખસ

  How to make ખજૂર બદામ માધૂરી

  1. બદામ ને ક્રશ કરી લો.
  2. તેના પાવડર ના બે ભાગ પાડો.
  3. એક ભાગ માં સાકાર નો પાવડર , ઉમેરો.
  4. એલચી પાવડર ઉમેરો.
  5. દૂધ ઉમેરીને લોટ બાંધો.
  6. એજ રીતે બીજા ભાગ મા સાકર, પલાળેલુ કેસર અને દૂધ ઉમરી લોટ બાંધો.
  7. કેસર વાળો લોટ.
  8. હવે એક પેન માં 2 ટી સ્પૂન ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખી હલાવો તેનો માવો તૈયાર કરો.
  9. માવો
  10. હવે ત્રણેય કલર ના લોટ તૈયાર છે પહેલાં ખજૂર નો રોટલો વણો.
  11. પછી બદામ નો રોટલો વણો (સફેદ).
  12. પછી કેસર વાળા બદામ ના લોટ નો રોલ વાળો.
  13. હવે તેને નીચે મુજબ ગોઠવો.
  14. ઉપર કેસર વાળો રોલ મૂકો.
  15. પછી તેને ફોલ્ડ કરી રોલ બનાવો.
  16. તેના પર ખસ ખસ ચોપડો.
  17. તેને પ્લાસ્ટિક વીંટી 15-20મીનીટ માટે ફ્રી જ માં સેટ થવા દો.
  18. પછી તેને બહાર કાઢી તેને કટ કરી સ્લાઈસ બનાવો.
  19. તો તૈયાર છે ખજૂર બદામ માધૂરી.

  My Tip:

  બનાવવા માં સહેલી ,સ્વાદિષ્ટ અને પોષ્ટીક

  Reviews for Dates Almond Delite Recipe in Gujarati (0)