Open in app

બ્રેડના ગુલાબ જાંબુ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Anjali Kataria30th Aug 2018

Gulab Jamun From Bread ના વિશે

Ingredients to make Gulab Jamun From Bread in gujarati

  • ૮-૧૦ બ્રેડની સ્લાઈસ
  • ૨ કપ ખાંડ
  • ૩ મોટી ચમચી દૂધ
  • ૩-૪ કેસર ના તાતણા
  • ૧ કપ પાણી
  • ૧/૨ કપ મિક્સ સૂકોમેવો (કાજૂ,બદામ,અખરોટ ના ટુકડા)
  • તળવા માટે ઘી
  • ૧/૨ નાની ચમચી ઇલયચી પાવડર

How to make Gulab Jamun From Bread in gujarati

  1. સૌપ્રથમ બ્રેડની કોર કાપી લો.
  2. ત્યાર બાદ બ્રેડને ચોળીને તેનું ચૂર્ણ બનાવી લો.
  3. તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
  4. હવે તેમાં દૂધ નાખીને ઢીલો લોટ બાંધી લો.
  5. જરૂર પડે તો પાણી પણ ઉમેરો.
  6. લોટ બંધાઈ જાય એટલે તેને સાઈડ માં મુકો.
  7. ત્યારબાદ એક કઢાઈ લો.
  8. તેમાં ખાંડ અને પાણી ઉમેરો.
  9. ધીમા ગેસ પર તેને ઉકાળો.
  10. ધીમે ધીમે ઉકાળીને તેની ચાસણી બનાવી લો.
  11. ૧૦ થી ૧૫ મિનિટ સુધી એક જ દિશામાં તેને હલાવો.
  12. ત્યારબાદ તેમાં કેસરના તાંતણા ઉમેરીને મિક્સ કરી લો.
  13. ગેસ બંધ કરીને તેને એક તરફ મુકો.
  14. એક કડાઈ લો.
  15. તેમાં ઘી ગરમ કરવા મુકો.
  16. હવે બાંધેલા લોટ ના નાના નાના ગોળા બનાવી લો.
  17. એક ગુંદલું લઇ તેને દબાવીને તેમાં સૂકામેવાનું સ્ટફિંગ ભરો.
  18. સૂકોમેવો ભરાઈ ગયા બાદ ગુંદલા ને કવર કરી લો.
  19. આ પ્રકારે બધા ગુલાબજાંબુ બનાવી લો.
  20. ઘી ગરમ થાય એટલે બધા ગુલાબજાંબુને તળી લો.
  21. કોફી રંગના થાય ત્યાં સુધી તેને તળો.
  22. તળાઈ ગયા બાદ તેને તરત જ ખાંડની ચાસણીમાં નાખો.
  23. બે કલાક સુધી ખાંડની ચાસણીમાં રહેવા દો.
  24. ત્યારબાદ તેને સર્વ કરો.
  25. બ્રેડ ના ગુલાબ જાંબુ ખાવા માટે તૈયાર છે.

Reviews for Gulab Jamun From Bread in gujarati (1)

Bhavana Kataria3 months ago

Nice recipe.

Recipes similar to Gulab Jamun From Bread in gujarati

  • ગુલાબ પુરી

    2 likes
  • ગુલાબ ચટકયુ

    2 likes
  • ગુલાબ જાંબુ

    1 likes
  • ગુલાબ જામુન

    94 likes
  • ગુલાબ જાબુંન

    2 likes
  • ગુલાબ બદામ લાડુ

    2 likes