હોમ પેજ / રેસિપી / Gulab Jamun From Bread

Photo of Gulab Jamun From Bread by Anjali Kataria at BetterButter
634
4
0.0(1)
0

Gulab Jamun From Bread

Aug-30-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૮-૧૦ બ્રેડની સ્લાઈસ
  2. ૨ કપ ખાંડ
  3. ૩ મોટી ચમચી દૂધ
  4. ૩-૪ કેસર ના તાતણા
  5. ૧ કપ પાણી
  6. ૧/૨ કપ મિક્સ સૂકોમેવો (કાજૂ,બદામ,અખરોટ ના ટુકડા)
  7. તળવા માટે ઘી
  8. ૧/૨ નાની ચમચી ઇલયચી પાવડર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રેડની કોર કાપી લો.
  2. ત્યાર બાદ બ્રેડને ચોળીને તેનું ચૂર્ણ બનાવી લો.
  3. તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
  4. હવે તેમાં દૂધ નાખીને ઢીલો લોટ બાંધી લો.
  5. જરૂર પડે તો પાણી પણ ઉમેરો.
  6. લોટ બંધાઈ જાય એટલે તેને સાઈડ માં મુકો.
  7. ત્યારબાદ એક કઢાઈ લો.
  8. તેમાં ખાંડ અને પાણી ઉમેરો.
  9. ધીમા ગેસ પર તેને ઉકાળો.
  10. ધીમે ધીમે ઉકાળીને તેની ચાસણી બનાવી લો.
  11. ૧૦ થી ૧૫ મિનિટ સુધી એક જ દિશામાં તેને હલાવો.
  12. ત્યારબાદ તેમાં કેસરના તાંતણા ઉમેરીને મિક્સ કરી લો.
  13. ગેસ બંધ કરીને તેને એક તરફ મુકો.
  14. એક કડાઈ લો.
  15. તેમાં ઘી ગરમ કરવા મુકો.
  16. હવે બાંધેલા લોટ ના નાના નાના ગોળા બનાવી લો.
  17. એક ગુંદલું લઇ તેને દબાવીને તેમાં સૂકામેવાનું સ્ટફિંગ ભરો.
  18. સૂકોમેવો ભરાઈ ગયા બાદ ગુંદલા ને કવર કરી લો.
  19. આ પ્રકારે બધા ગુલાબજાંબુ બનાવી લો.
  20. ઘી ગરમ થાય એટલે બધા ગુલાબજાંબુને તળી લો.
  21. કોફી રંગના થાય ત્યાં સુધી તેને તળો.
  22. તળાઈ ગયા બાદ તેને તરત જ ખાંડની ચાસણીમાં નાખો.
  23. બે કલાક સુધી ખાંડની ચાસણીમાં રહેવા દો.
  24. ત્યારબાદ તેને સર્વ કરો.
  25. બ્રેડ ના ગુલાબ જાંબુ ખાવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Nice recipe.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર