હોમ પેજ / રેસિપી / સુજી ના શીરા નું નવું રૂપ

Photo of Samolina halwa in new look by Urvashi Belani at BetterButter
445
4
0.0(0)
0

સુજી ના શીરા નું નવું રૂપ

Aug-30-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ના શીરા નું નવું રૂપ રેસીપી વિશે

આ રેસીપી માં સુજી નો શીરો બનાવી અલગ અલગ રંગ નો કરી ને મેરી બિસ્કિટ સાથે લેયર બનાવી નવી રીતે સર્વ કરી સુજી ના શીરા ને નવું રૂપ આપ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ સુજી
  2. 1/2 કપ ફિકો માવો
  3. 6 ટેબલ સ્પૂન ઘી
  4. 1 કપ દૂધ
  5. 1/4 ચમચી ઈલાયચી પાવડર
  6. એક ચપટી ખાવા નો લાલ રંગ
  7. એક ચપટી ખાવા નો પીળો રંગ
  8. એક ચપટી ખાવા નો લીલો રંગ
  9. 1 પેકેટ મેરી બિસ્કિટ
  10. 2 ચમચા તલ

સૂચનાઓ

  1. સુજી નો શીરો બનાવવા માટે એક કઢાઈ માં ઘી ગરમ કરી સુજી નાખો.
  2. સુજી ને ધીમી આંચ પર શેકો.
  3. જ્યારે સુજી ગુલાબી થાય ત્યારે તેમાં દૂધ નાખો
  4. માવો અને ઈલાયચી પાવડર નાખી 2 મિનિટ ધીમી આંચ પર રાખો.
  5. સુજી ના શીરા ના ત્રણ ભાગ કરો.
  6. એક ભાગ માં લાલ,બીજા ભાગ માં પીળો અને ત્રીજા ભાગ માં લીલો રંગ મિક્સ કરો.
  7. એક મેરી બિસ્કિટ લઈ તેના પર લાલ રંગ ના શીરા ની લેયર બનાવો પછી ફરી બિસ્કિટ મૂકી તેના પર લીલા રંગ ના શીરા ની લેયર બનાવો અને ફરી થી બિસ્કિટ મુકો.
  8. હવે પીળા રંગ ના શીરા થી આખું કવર કરી દો.
  9. હવે આખા પર તલ ભભરાવી પછી ફ્રીઝ માં 1/2 કલાક મૂકી દો.
  10. ચાર ભાગ માં કાપી ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર