હોમ પેજ / રેસિપી / ખસખસ-બદામ હલવો

Photo of Khas-khas Bada Halwa by Harsha Israni at BetterButter
617
3
0.0(0)
0

ખસખસ-બદામ હલવો

Aug-30-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખસખસ-બદામ હલવો રેસીપી વિશે

આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ખસખસ
  2. ૧/૨ કપ બદામ
  3. ૨ કપ દૂધ
  4. ૧ ૧/૨ કપ ખાંડ (ટેસ્ટ મુજબ)
  5. ૧ કપ ઘી
  6. બદામની કતરણ (સજાવવા માટે)
  7. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલમાં ખસખસ અને બદામને ૧ ૧/૨ કપ દૂધમાં રાત્રે પલાળી ઢાંકીને મૂકી દો.
  2. બીજા દિવસે પલળેલી ખસખસ અને બદામને મીકસરના જારમાં ૧/૨ કપ દૂધ ઉમેરી ઝીણુ પીસી લો. વચ્ચે વચ્ચે હલાવીને પીસવુ જેથી એક સરખુ પીસાય.
  3. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી ખસખસ -બદામની પેસ્ટ ધીમી આંચે સાંતળો.સતત હલાવીને સાંતળવુ જેથી પેસ્ટ કઢાઈમાં ચોટે નહિ.
  4. હવે ખસખસ - બદામની પેસ્ટ સંતળાઈ જાય તો ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરી ૫ મિનિટ ધીમી આંચે ફરી સાંતળો. ખાંડ મીક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
  5. તૈયાર છે ખસખસ -બદામનો હલવો બદામની કતરણ વડે સજાવો અને શેકેલા પાપડ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર