Open in app

ખસખસ-બદામ હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni30th Aug 2018

Khas-khas Bada Halwa ના વિશે

Ingredients to make Khas-khas Bada Halwa in gujarati

  • ૧ કપ ખસખસ
  • ૧/૨ કપ બદામ
  • ૨ કપ દૂધ
  • ૧ ૧/૨ કપ ખાંડ (ટેસ્ટ મુજબ)
  • ૧ કપ ઘી
  • બદામની કતરણ (સજાવવા માટે)
  • ૧/૨ ચમચી ઈલાયચી પાવડર

How to make Khas-khas Bada Halwa in gujarati

  1. સૌ પહેલા એક બાઉલમાં ખસખસ અને બદામને ૧ ૧/૨ કપ દૂધમાં રાત્રે પલાળી ઢાંકીને મૂકી દો.
  2. બીજા દિવસે પલળેલી ખસખસ અને બદામને મીકસરના જારમાં ૧/૨ કપ દૂધ ઉમેરી ઝીણુ પીસી લો. વચ્ચે વચ્ચે હલાવીને પીસવુ જેથી એક સરખુ પીસાય.
  3. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી ખસખસ -બદામની પેસ્ટ ધીમી આંચે સાંતળો.સતત હલાવીને સાંતળવુ જેથી પેસ્ટ કઢાઈમાં ચોટે નહિ.
  4. હવે ખસખસ - બદામની પેસ્ટ સંતળાઈ જાય તો ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરી ૫ મિનિટ ધીમી આંચે ફરી સાંતળો. ખાંડ મીક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
  5. તૈયાર છે ખસખસ -બદામનો હલવો બદામની કતરણ વડે સજાવો અને શેકેલા પાપડ સાથે પીરસો

Reviews for Khas-khas Bada Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khas-khas Bada Halwa in gujarati

  • ખસખસ

    1 likes
  • બદામ પૂરી

    4 likes
  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    1 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes