શાહી ટુકડા | Shahi Tukda Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  30th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Shahi Tukda recipe in Gujarati, શાહી ટુકડા, Harsha Israni
શાહી ટુકડાby Harsha Israni
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

શાહી ટુકડા વાનગીઓ

શાહી ટુકડા Ingredients to make ( Ingredients to make Shahi Tukda Recipe in Gujarati )

 • ૭-૮ નંગ બ્રેડની સ્લાઈસ
 • ૧ કપ મોળો માવો
 • ૪ ટેબલસ્પૂન દળેલી ખાંડ
 • ઘી તળવા માટે
 • ૨ -૩ ટીંપા આેરેન્જ ખાવાનો કલર અને ઓરેન્જ એસેન્સ
 • ચાસણી માટે-
 • ૧/૨ કપ ખાંડ
 • પાણી (ખાંડ ડૂબે તેટલું)
 • ૧/૪ નાની ચમચી ઈલાયચી પાવડર
 • કેસર ( ઓપ્શનલ)

How to make શાહી ટુકડા

 1. સૌ પહેલા બ્રેડની સ્લાઈસમાંથી દિલ આકાર અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપો.
 2. એક કઢાઈમાં ઘી ગરમ કરી કાપેલી બ્રેડને ગુલાબી રંગ થાય ત્યાં સુધી ધીમી આંચે તળો.
 3. એક કઢાઈમાં માવો ધીમી આંચે શેકો અને છેલ્લે દળેલી ખાંડ , આેરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર ઉમેરી મીક્સ કરી ૨ મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.
 4. ઓરેન્જ માવામાંથી પોલિથીન પર થોડું ઘી લગાડીને રોટલો વણી તેમાંથી દિલ અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપી દો.
 5. એક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરી ચાશની બનાવો. ગેસ બંધ કરી ચાશનીમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો.તળેલી બ્રેડ ની સ્લાઈસને તેમાં ડીપ( બોળીને) કરી એક ડીશમાં ગોઠવી દો.
 6. ચાશની વાળી બ્રેડની સ્લાઈસ પર કટ કરેલી માવાની સ્લાઈસ ગોઠવીને ઉપર પીસ્તાની કતરણથી સજાવીને પીરસો. તૈયાર છે શાહીટુકડા.

Reviews for Shahi Tukda Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો