હોમ પેજ / રેસિપી / શાહી ટુકડા

Photo of Shahi Tukda by Harsha Israni at BetterButter
976
8
0.0(0)
0

શાહી ટુકડા

Aug-30-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ટુકડા રેસીપી વિશે

આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૭-૮ નંગ બ્રેડની સ્લાઈસ
  2. ૧ કપ મોળો માવો
  3. ૪ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  4. ઘી તળવા માટે
  5. ૨ -૩ ટીંપા આેરેન્જ ખાવાનો કલર અને ઓરેન્જ એસેન્સ
  6. ચાસણી માટે-
  7. ૧/૨ કપ ખાંડ
  8. પાણી (ખાંડ ડૂબે તેટલું)
  9. ૧/૪ નાની ચમચી ઈલાયચી પાવડર
  10. કેસર ( ઓપ્શનલ)

સૂચનાઓ

  1. સૌ પહેલા બ્રેડની સ્લાઈસમાંથી દિલ આકાર અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપો.
  2. એક કઢાઈમાં ઘી ગરમ કરી કાપેલી બ્રેડને ગુલાબી રંગ થાય ત્યાં સુધી ધીમી આંચે તળો.
  3. એક કઢાઈમાં માવો ધીમી આંચે શેકો અને છેલ્લે દળેલી ખાંડ , આેરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર ઉમેરી મીક્સ કરી ૨ મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.
  4. ઓરેન્જ માવામાંથી પોલિથીન પર થોડું ઘી લગાડીને રોટલો વણી તેમાંથી દિલ અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપી દો.
  5. એક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરી ચાશની બનાવો. ગેસ બંધ કરી ચાશનીમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો.તળેલી બ્રેડ ની સ્લાઈસને તેમાં ડીપ( બોળીને) કરી એક ડીશમાં ગોઠવી દો.
  6. ચાશની વાળી બ્રેડની સ્લાઈસ પર કટ કરેલી માવાની સ્લાઈસ ગોઠવીને ઉપર પીસ્તાની કતરણથી સજાવીને પીરસો. તૈયાર છે શાહીટુકડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર