હોમ પેજ / રેસિપી / દૂધૌરી ( ઝારખંડ રેસીપી)

Photo of Dudhauri by Dhara joshi at BetterButter
410
3
0.0(0)
0

દૂધૌરી ( ઝારખંડ રેસીપી)

Aug-30-2018
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધૌરી ( ઝારખંડ રેસીપી) રેસીપી વિશે

દૂધૌરી જેને આપ ભાત ના ગુલાબ જાંબુ પણ કહી શકો છો એ બિહાર ઝારખંડ રાજય ની પારંપરિક મીઠાઇ છે જેને હોળી ધુળેટી તહેવાર પર અવશ્ય બનાવવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • હોળી
  • વેજ
  • આસાન
  • બિહાર
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1/2 કપ ચોખા
  3. 1 1/2 કપ ખાંડ
  4. 1 1/2 કપ પાણી
  5. 1/4 ચમચી એલચી પાવડર
  6. 1 નાની ચમચી મેંદો
  7. બેકીંગ પાવડર ચપટી
  8. ઘી અથવા તેલ તળવા માટે

સૂચનાઓ

  1. જાડી અને ઊંડા વાસણ મા દૂધ ઉકળવા દો ચોખા ઉમેરી ને મિશ્રણ ઘટૃ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. .
  2. ખાંડ અને પાણી 10 થી 15 મિનિટ ઉકળવા દો અને ગુલાબ જાંબુ માટે હોય તેવી ચાસણી તૈયાર કરો.
  3. ગેસ બંધ કરી ભાત ના મિશ્રણ ને થાળી મા પાથરી ઠંડુ થવા દો અને પછી મેંદો ઉમેરી ને હાથેથી મસળી ને (અથવા મિકસર મા પીસી ને ) બેકીંગ પાવડર નાખીને લંબગોળ કે ગોળ આકાર મા જાંબુ ની જેમ વાળી લો.
  4. ઘી અથવા તેલ મા ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  5. તળેલા જાંબુ ને ચાસણી મા નાખો. .એલચી પાવડર નાખી ચલાવો. .
  6. ચાસણી અંદર સુધી ચુસાઇ જાય એ માટે 1 કલાક સુધી રાખી મુકવી. .પછી જ પરોસવુ. .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર