હોમ પેજ / રેસિપી / કાજુ ગુલકંદ રોલ

Photo of Cashewnut Gulkand Roll by Urvashi Belani at BetterButter
538
16
0.0(0)
0

કાજુ ગુલકંદ રોલ

Aug-31-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગુલકંદ રોલ રેસીપી વિશે

આ રેસીપી માં કાજુ નું મિશ્રણ બનાવી તેના પર ગુલકંદ નું મિશ્રણ પાથરી રોલ બનાવી, નાના ટુકડા માં કાપી ને સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • નવરાત્રીની રેસિપીઓ
  • તહેવાર ની મઝા
  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 125 ગ્રામ કાજુ
  2. 100 ગ્રામ ખાંડ
  3. 50 મિલી પાણી
  4. 1 ચમચી ઘી
  5. 3 ચમચા ગુલકંદ
  6. 2 ચમચી કોપરું
  7. 3 થી 4 ચમચા કાપેલા ડ્રાયફ્રુટ
  8. ચાંદી નો વરખ

સૂચનાઓ

  1. કાજુ ને મિક્સર માં પિસી લો.
  2. ખાંડ અને પાણી મિક્સ કરી ઉકળવા મુકો.
  3. જ્યારે ચાસણી એક તાર ની થાય ત્યારે પીસેલા કાજુ નાખી મિક્સ કરો.
  4. ગેસ બંદ કરી સતત હલાવતા રહો અને ઘી નાખી મિક્સ કરો.
  5. જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે તેને પ્લાસ્ટિક ની થેલી પર નાખી વેલણ ની મદદ થી વણી લો.
  6. ગુલકંદ માં ડ્રાયફ્રુટ અને કોપરું નાખી મિક્સ કરો.
  7. હવે વણેલી કાજૂક્તલી પર ગુલકંદ ની લેયર બનાવો.
  8. ધીમે થી પ્લાસ્ટિક ની થેલી ની મદદ થી રોલ બનાવો.
  9. આ રોલ ને 15 મિનિટ ફ્રીઝ મા મૂકો
  10. હવે રોલ પર ચાંદી નો વરખ લગાવો.
  11. હવે નાના ટુકડા કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર