Open in app

કાલાજામ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  22 min
પીરસવું  5 people
Kalpana Parmar31st Aug 2018

Kalajam ના વિશે

Ingredients to make Kalajam in gujarati

  • ૨૦૦ ગ્રામ મોળો માવો
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨ ટેબલસ્પૂન મેંદો
  • ૧ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  • ૨ ટીસ્પૂન રવો
  • ૧ ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • ચપટી પીળો કલર
  • તળવા માટે ઘી કે તેલ
  • ચાંદી ની વરખ
  • 2 ટેબલ સ્પૂન પિસ્તા બદામ સમારેલા

How to make Kalajam in gujarati

  1. માવાને છીણીથી છીણી, બરાબર મસળી લીસો બનાવવો. પનીરને પણ હાથથી બરાબર મસળી સ્મુધ બનાવવું.
  2. પછી એક વાસણમાં માવો, પનીર, મેંદો, રવો,  અને દળેલી ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી, હાથથી મસળી સ્મુધ બનાવવું
  3. હવે આ મિશ્રણમાંથી 1/4 ભાગ અલગ કરી તેમાં રંગ નાખીને નાના12 બોલ બનાવી લેવા  બીજા ભાગ માંથી 12 ગોળા કરવા તેને હથેળી થી ગોળ પુરી બનાવી તેમાં રંગ વારો બોલ નાખીને મીડીયમ સાઈઝના લંબગોળ ગોળા વાળવા
  4. આજ રીતે બધા જાંબુ બનાવી લેવા પછી ઘી કે તેલ ગરમ કરી, તેમાં બધા જાંબુને ધીમા તાપે બ્રાઉન કલરના તળવા.
  5. હવે એક તપેલીમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, ઊકળવા મુકવું. ખાંડ ઓગળે અને અડધા તારની ચાસણી થાય એટલે તેમાં ઈલાયચીનો ભૂકો નાંખી, મિક્સ કરવો
  6. ચાસણીમા  તળેલા જાંબુ નાંખી, ધીમા તાપે ૩-૪ મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી લેવું. જાંબુને ચાસણીમાં ૭-૮ કલાક સુધી ડુબાડી રાખવા.
  7. પછી જાંબુને ચાસણીમાંથી બહાર કાઢી, ચાંદી ની વરખ લગાવી બદામ પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવા ...

Reviews for Kalajam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kalajam in gujarati

  • કાલાજામ

    2 likes
  • કાલાજામ

    0 likes