ઇમરતી | Imarti Recipe in Gujarati

  ના દ્વારા Kalpana Parmar  |  31st Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Imarti by Kalpana Parmar at BetterButter
  ઇમરતીby Kalpana Parmar
  • તૈયારીનો સમય

   8

   Hours
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   5

   લોકો

  1

  0

  ઇમરતી

  ઇમરતી Ingredients to make ( Ingredients to make Imarti Recipe in Gujarati )

  • અડદ ની દાળ 250 ગ્રામ
  • ખાંડ 500 ગ્રામ
  • આરા લોટ 50 ગ્રામ
  • ઈલાયચી પાવડર 1/2 સ્પૂન
  • ઘી તળવા માટે
  • ઓરેન્જ કલર એક ચપટી
  • ઇમરતી નું મિશ્રણ ભરવા એક પાઇપીગ બેગ
  • ચાંદીની વરખ

  How to make ઇમરતી

  1. અડદ ની દાળ ને રાતે પલાળી સવારે પાણી કાઢી મિક્સર માં પાણી વગર પીસો. તેમાં આરા લોટ અને કલર નાખી સ્મૂધ પેસ્ટ બનાવો.
  2. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે.  - એક તાર ની ચાસણી બનાવો, આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.
  3. આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. પાઇપીગ બેગમાં મિસરણ ભરીને હવે  ઘી માં જલેબી પાડીયે એમ, એક રાઉન્ડ પlડી તેના ઉપર કાંગરી પડે એમ ડીઝાઈન પાડો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  4. ઘી માંથી કાઢો હવે તેને ચાસણી માં 10- 15 મિનિટ બોળી રાખો.
  5. ચાસણી માંથી કાઢી ગરમ ગરમ ઇમરતી પિસ્તા અને ચાંદીની વરખ થી ગાર્નીસિંગ કરો.ગરમાગરમ સર્વ કરો.

  Reviews for Imarti Recipe in Gujarati (0)