Photo of Imarti by Kalpana Parmar at BetterButter
1647
2
0.0(0)
0

ઇમરતી

Aug-31-2018
Kalpana Parmar
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇમરતી રેસીપી વિશે

ઈમરતી અડદ ની દાળ માંથી બનતી જલેબી જેવી મીઠાઈ છે યુપી બિહાર માં તહેવારો માં ખુબ બનાવાય અને ખુબ ખવાઈ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • બિહાર
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. અડદ ની દાળ 250 ગ્રામ
  2. ખાંડ 500 ગ્રામ
  3. આરા લોટ 50 ગ્રામ
  4. ઈલાયચી પાવડર 1/2 સ્પૂન
  5. ઘી તળવા માટે
  6. ઓરેન્જ કલર એક ચપટી
  7. ઇમરતી નું મિશ્રણ ભરવા એક પાઇપીગ બેગ
  8. ચાંદીની વરખ

સૂચનાઓ

  1. અડદ ની દાળ ને રાતે પલાળી સવારે પાણી કાઢી મિક્સર માં પાણી વગર પીસો. તેમાં આરા લોટ અને કલર નાખી સ્મૂધ પેસ્ટ બનાવો.
  2. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે.  - એક તાર ની ચાસણી બનાવો, આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.
  3. આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. પાઇપીગ બેગમાં મિસરણ ભરીને હવે  ઘી માં જલેબી પાડીયે એમ, એક રાઉન્ડ પlડી તેના ઉપર કાંગરી પડે એમ ડીઝાઈન પાડો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  4. ઘી માંથી કાઢો હવે તેને ચાસણી માં 10- 15 મિનિટ બોળી રાખો.
  5. ચાસણી માંથી કાઢી ગરમ ગરમ ઇમરતી પિસ્તા અને ચાંદીની વરખ થી ગાર્નીસિંગ કરો.ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર