હોમ પેજ / રેસિપી / રબરનો હલવો ( બોમ્બે હલવો )

Photo of Rabarno halvo ( bombay halvo) by Kalpana Parmar at BetterButter
1639
1
0.0(0)
0

રબરનો હલવો ( બોમ્બે હલવો )

Aug-31-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબરનો હલવો ( બોમ્બે હલવો ) રેસીપી વિશે

રબરનો હળવો બાળકો નો મનપસંદ હલવો છે ખાવામાં જેલી જેવો લાગે ને સોફ્ટ લાગે છે વિવિધ રંગ માં પણ બનાવવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1.  1/2 વાડકો કોર્ન ફ્લોર
  2. 1 વાડકો ખાંડ
  3.  1 ચમચી લીંબુ નો રસ
  4. 3 ચમચી ઘી
  5. 2 મોટી ચમચી કાજુ ના ટુકડા
  6. 1/૨ ચમચી ઈલાયચી નો ભૂકો
  7. મનપસંદ કલર ના થોડા ટીપા મે ઓરેન્જ લીધો છે
  8. કાજુ ના ટુકડા ગાર્નીસ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લો. હવે એમાં 1.5 વાડકો પાણી ઉમેરો. સરસ મિક્સ કરો. કોઈ પણ ગાઠા રહેવા ન જોઈએ. મિક્સ કરી સાઈડ પર રાખી દો
  2. એક નોનસ્ટિક કડાઈ મા 1 વાડકો ખાંડ અને 1 વાડકો પાણી લો મધ્યમ આંચ પર ખાંડ ઓગળે ત્યા સુધી હલાવો
  3. જયારે આ મિશ્રણ ઉકળવા ઉકાળવા માંડે એટલે એમાં લોટ અને પાણી નું મિશ્રણ ઉમેરો.સતત હલાવતા રહેવું. તરત જ આ મિશ્રણ જાડું થઇ જશે. તરત લીંબુ રસ ઉમેરી દો. લીંબુ રસ ઉમેરવાથી ખાંડ જામશે નહીં. અને મીઠાઈ સરસ બનશે
  4. બનશે.થોડા થોડા સમય ના અંતર પર 1- 1 ચમચી, ટોટલ 3 ચમચી ઘી ઉમેરો. ટોટલ 20 થી 25 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવવા નું છે. ફૂલ ગેસ પર કરવાથી હલવો કઠણ થઈ શકે છે.
  5. છે.જેમ જેમ હલાવતા જશો , આપ જોશો કે મિશ્રણ એકદમ ટ્રાસફરન્ટ થઈ જશે. અને ધીમે ધીમે લોટ ની જેમ જામતું જશે. સતત હલાવતા રહેશો.જ્યારે લાગે કે ઘી છૂટું પડે છે ત્યારે કાજુ ના ટુકડા , મનપસંદ કલર ના થોડા ટીપા અને ઈલાયચી નો ભૂકો ઉમેરો
  6. આપ જોશો કે હલવો એકદમ કડાય ની સાઈડ્સ છોડવા માંડશે. ગેસ બંધ કરી લો.ઘી લગાવેલ વાસણ માં આ હલવા ને લઈ લો. ઉપર થી કાજુ ના ટુકડા થી સજાવો. તરત જ ચમચી કે ચમચા ના પાછળ ના ભાગ થી હલવા ને સમથળ બનાવો
  7. 1 થી 2 કલાક ઠરવા દો. ત્યારબાદ મનપસંદ આકાર ના ટુકડા કરો અને પીરસો. હલવો ફ્રીઝ માં સ્ટોર કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર