Open in app

અફલાતૂન

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  10 people
Dr.Kamal Thakkar31st Aug 2018

Aflatoon ના વિશે

Ingredients to make Aflatoon in gujarati

  • રવો ૧/૨ કપ
  • ઘી ૧/૨ કપ
  • દૂધ પાવડર ૧/૨ કપ
  • દૂધ ૧ કપ
  • માવો ૧૫૦ ગ્રામ
  • ખાંડ ૧/૨ કપ+૨ ચમચી
  • એલચી પાવડર ૧ નાની ચમચી
  • કાજુ ૧૫
  • બદામ ૧૫
  • પિસ્તા ૧૫
  • કિસમિસ ૨ ચમચી

How to make Aflatoon in gujarati

  1. પેલા એક પેન માં ૨ ચમચી ઘી નાખીને ગરમ કરો.
  2. સમારેલા સૂકા મેવા નાખીને સાંતળી લો.એક વાટકી માં કાઢી લો.
  3. એજ પેન માં બાકી નું ઘી ઉમેરો.ગરમ થાય એટલે રવો ઉમેરો.
  4. ધીમા તાપે એકદમ લાલ થાય ત્યાં સુધી સાંતળો.
  5. આમા ગરમ દૂધ ઉમેરો અને હલાવો.
  6. પછી માવો અને દૂધ પાવડર ઉમેરો.
  7. બધુજ સરસ મિક્સ કરો.
  8. હવે ખાંડ પણ ઉમેરો.
  9. બીજા ગેસ પર ૨ ચમચી ખાંડ ને કેરમલાઇસ કરો અને એ પણ આમા ઉમેરો.
  10. ધીમે તાપે સરસ સેકો.જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી સેકો.
  11. સૂકો મેવો ઉમેરો.એલચી પાવડર પણ ઉમેરો.
  12. બધું મિક્સ કરીને ગેસ બંધ કરો અને એક ચોરસ મોલ્ડ માં ઢાળી દો.
  13. ઉપર થી થોડો સૂકો મેવો છાંટો અને દબાવિ દો.
  14. ૨-૩ કલાક સેટ થવા દો અને પછી લાંબા ટુકડા કરો.અફલાતૂન તૈયાર છે.

Reviews for Aflatoon in gujarati (1)

Dhara joshi3 months ago

Wahh

Recipes similar to Aflatoon in gujarati